સાબરકાંઠા જિલ્લામાં થયેલા પાછોતરા વરસાદે ખેતીનો દાટ વાળી દીધો છે,. - At This Time

સાબરકાંઠા જિલ્લામાં થયેલા પાછોતરા વરસાદે ખેતીનો દાટ વાળી દીધો છે,.


સાબરકાંઠા જિલ્લામાં થયેલા પાછોતરા વરસાદે ખેતીનો દાટ વાળી દીધો છે,...15 દિવસ પહેલા જે ખેડૂતો સુકાતા પાક જોઈને કુદરત સામે લાચાર નજરે વરસાદની માંગ કરતા હતા, એ વરસાદે ખેડૂતોના મોઢામાં આવેલો કોળીયો છીનવી લીધો છે,

આ છે હિંમતનગર સહિત સાબરકાંઠા જિલ્લામાં વરસાદે વેરેલો વિનાશ... તમે જોઈ રહ્યા છો તે માત્ર હિંમતનગર તાલુકાનું જાંબુડી ગામ છે... જ્યાં 500 વીઘા મગફળીનો પાક હજુ પણ વરસાદી પાણીમાંથી બહાર આવ્યો નથી.... સારા પાકની અપેક્ષાએ એક વિગા દીદ્થ 22 થી 25 હજાર ખર્ચ કરીંને ખેડૂતોએ વાવેતર કરેલું.. જો કે વરસાદે જાંબુડી ગામના ખેડૂતોની મગફળીની આ સિઝન તો લુંટી લીધી પણ દિવાળી પછી શરૂ થતી નવી સિઝન પણ આ વરસાદી પાણીએ બગાડી નાખી છે..

15 દિવસ પહેલા આ સુકાતા પાકને જોઈને ખેડૂતો લાચાર નજરે આકાશ સામે જોઈ રહ્યા હતા..ત્યારે છેલ્લા એક અઠવાડિયામાં થયેલા ધોધમાર વરસાદે ખેડૂતોના મગફળીના પાકને બચાવવાની જગ્યાએ ખેદાન મેદાન કરી દીધો છે... છેલ્લા એક અઠવાડીયામાં થયેલા વરસાદે આ મગફળી ઉપર એક ફૂટ જેટલા પાણી ભરી દીધા છે.. અને મોટી વસ્તુ એ છે કે, આ વિસ્તારમાં વરસાદી પાણી નિકાલની કોઈ યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે હજુ આ પાણી ખેડૂતોના મતે દિવાળી સુધી ઓસરે તેવું લાગતું નથી.... જેને લઈને મગફળીની સિઝનની ખોટ તો લોકોએ સહન કરવી જ પડશે..પણ સાથે સાથે આવનારી સિઝનની ખોટ પણ તેમને સહન કરવી જ પડશે...
જાંબુડી ગામના ઓછી જમીન ધરાવતા ઘણા પરિવારો પોતાના સંતાનોના લગ્ન માટે આ સિઝન સારી થાય તેની આશા રાખીને બેઠા હતા, જોકે વધુ વરસાદે તેમની આ આશા ઉપર પાણી ફેરવી દીધું છે.. જેને લઈને તેઓ હવે સરકાર દ્વારા આ નુકશાનીનો તાત્કાલિક સર્વે કરાય અને ખેડૂતોને આ નુકસાનીની ભરપાઈ કરાઈ તેવી માંગ કરી હતી
એડિટર ઝાકીર હુસેન મેમણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.