નવમે નોરતે દેવી સિદ્ધિદાત્રીના પૂજનથી નવનિધિની પ્રાપ્તિ.
નવમે નોરતે દેવી સિદ્ધિદાત્રીના પૂજનથી નવનિધિની પ્રાપ્તિ.
નવમે નોરતે દેવી સિદ્ધિદાત્રીના પૂજનથી નવનિધિની પ્રાપ્તિ થાય છે. સિદ્ધિદાત્રીના મનોહર રૂપના દર્શનથી ગમતા ક્ષેત્રમાં સિદ્ધિ પ્રાપ્ત થાય છે. તમામ ભક્તોના અષ્ટ સિધ્ધિદાત્રી માતાની ચાર ભુજાઓ શંખ, ચક્ર, ગદા અને કમળથી શોભે છે. વાહન સિંહ છેપણ મોટાભાગે કમળ પર બિરાજમાન દર્શાવાય છે. સિદ્ધિદાત્રીને જાંબલી રંગ ખૂબ જ પ્રિય છે.મંગલકારી અને ધર્મોલ્લાસના નવરંગોથી મઢેલા ભક્તિ અને શક્તિના સમન્વયરૂપ આ અનેરા-અના ખા મહોત્સવનો આખરી નવમો દિવસ નોમ.
નવમા નોરતે મા આદ્યશક્તિ સિદ્ધિદાત્રીની આરાધના, પૂજા અને સાધના કરવી જોઈએ જે તમામ મનોકામના પૂર્ણ કરે છે. સર્વ પ્રકારે સિદ્ધિ અને યશ આપનારી હોવાથી મનુષ્યો અને દેવોથી લઈને દાનવો, ગંધર્વ, યક્ષ આદિ તમામ માતા સિદ્ધિદાત્રીની પૂજા કરે છે.દેવી પુરાણ મુજબ ભગવાન શિવજીએ સિદ્ધિદાત્રીની કૃપાથી જ અષ્ટ સિધ્ધિઓ પ્રાપ્ત કરેલી.
તેની અનુકંપાથી જ ભગવાન શિવનું અડધું શરીર દેવીનું થયું હતું. આથી તેઓ અર્ધનારીશ્વર તરીકે ઓળખાય છે.
દેવી સિદ્ધિદાત્રી કેતૂના ગ્રહનું સંચાલન કરે છે. સિદ્ધિદાત્રી મા સરસ્વતીનું પણ સ્વરૂપ છે, જે શ્વેત વસ્ત્રાલંકારથી યુક્ત મહાજ્ઞાન અને મધુર સ્વરથી પોતાના ભક્તોને સમ્મોહિત કરે છે.નવરાત્રિના સમાપનમાં નવમા દિવસે ભક્તો માટે દેવી સિદ્ધિદાત્રી સહિત વાહનો, હથિયારો અ ન અ ય દેવીદેવતાઓના નામથી હવન કરવાનું વિધાન છે. મા શાંત મુદ્રા ધારણ કરીને ભક્તોને અભયદાન આપે છે. આ સ્વરુપના પૂજનથી માતા પોતાના ભક્તોની લૌકિક અને પારલૌકિક તમામ ઇચ્છાઓ પૂર્ણ કરે છે. તાર્કિક રીતે વિચારવા ની મનની ક્ષમતા વધારે છે.ભક્તો માટે કોઈ કાર્ય અસંભવ નથી રહેતું. યોગીઓ પોતાની નવ દિવસની સાધના આ દિવસે સિદ્ધિદાત્રીના ચરણે ધરે છે.
રીપોર્ટર સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.