હિંમતનગરને “લીલુછમ નગર” બનાવવા નગરપાલિકની નેમ નગરપાલિકાના દ્રારા સામુહિક વૃક્ષારોપણ કાર્યક્ર્મ યોજાયો
(રીપોર્ટ આબીદઅલી ભુરા હિંમતનગર)
સાબરકાંઠા જિલ્લાની હિંમતનગર નગરપાલિકા દ્રારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે હિંમતનગરમાં સામુહિક વૃક્ષારોપણનો કાર્યક્ર્મ યોજાયો હતો. જેમાં ૧૦૧ વૃક્ષો વાવી તેના ઉછેરનો સંકલ્પ કરાયો હતો. નગરપાલિકા પ્રમુખ વિમલ ઉપાધ્યાય જણાવે છે કે, હિંમતનગરને લીલુછમ બનાવા માટે નગરપાલિકાના કર્મચારીઓ દ્રારા નવી પહેલ સ્વરૂપે સામુહિક વૃક્ષારોપણનો કાર્યક્ર્મ યોજવામાં આવ્યો હતો. તેમજ આવનારા સમયમાં નગરપાલિકા વિસ્તારમાં વધુ ૫૧૦૦ વૃક્ષો વાવવામાં આવશે. વૃક્ષને વાવવાની સાથે માવજત કરી શહેરને હરિયાળુ બનાવાની કવાયત હાથ ધરી છે. હિંમતનગરની જનતાનુ આરોગ્ય અને શહેરનુ વાતાવરણ શુધ્ધ અને સ્વચ્છ રહે તે માટે આ કર્મચારીઓ દ્રારા મુખ્ય રસ્તાઓની આજુ-બાજુ પણ વૃક્ષો વાવી તેને પશુઓથી બચાવવા માટે ટ્રી ગાર્ડ લગાડવામાં આવે છે. સમગ્ર વર્ષ દરમિયાન તેમજ ખાસ કરીને ઉનાળામાં આ વૃક્ષોની ખાસ કાળજી લઈને હિંમતનગરને હરિયાળુ અને સ્વચ્છ બનાવામાં આ કર્મચારીઓ સાથે નગરજનો સહિયોગ કરે તેવી અપીલ કરી હતી.
આ કાર્યક્ર્મમાં પૂર્વ પ્રમુખ યતીનાબેન મોદી, નગરપાલિકા ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવી, નગરપાલિકાના સદસ્યઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.