જસદણના નવાગામ ખાતે કાલે નાગપાંચમના મેળામાં હજજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડશે - At This Time

જસદણના નવાગામ ખાતે કાલે નાગપાંચમના મેળામાં હજજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડશે


જસદણના નવાગામ ખાતે કાલે નાગપાંચમના મેળામાં હજજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડશે

જસદણથી ૧૮ કિલોમીટર દુર આવેલ નવાગામના વિખ્યાત તીર્થધામ તલસાણીયા દાદાના મંદિરે આવતીકાલે તા.૧૬ ઓગષ્ટને મંગળવારના રોજ સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતના અનેક ગામોના હજજારો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડશે અને ખોબા જેવડા નવાગામમાં મેળા જેવું વાતાવરણ બનશે. આ અંગે મંદિરના સંચાલકની સીધી દેખરેખ હેઠળ અનેકાએક સ્વયંસેવકો તડામાર તૈયારીઓ કરી રહ્યા છે.
લોકોની દરેક મનોકામના પૂર્ણ કરતા તલસાણીયા દાદાના મંદિરે બારેમાસ દર્શનાર્થીઓની અવર-જવર રહે છે. તેમની માટે મંદિર દ્વારા ચા-પાણી અને ભોજનની વ્યવસ્થા વિનામૂલ્યે પ્રસાદીરૂપે પુરી પાડવામાં આવે છે ત્યારે મંગળવારે નાગપાંચમના દિવસે ઠેક-ઠેકાણેથી હજારોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડશે. આને ધ્યાનમાં રાખી મંદિર દ્વારા ભોજનની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે એમ સ્વયંમસેવક રણછોડભાઈ પરમારએ જણાવ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે ઘેલાં સોમનાથ ની સાવ નજીક જ આવેલ નવાગામમાં આ જગ્યા ગામની સ્થાપના થઇ ત્યારથી દાદાનું આ મંદીર છે ખાસ કરીને આ જગ્યા પુર્વ મહંત પૂજ્ય શ્રી દિવગંત જોગા બાપાએ ખુબ જ વિકાસ કર્યો અહી ભાવિકો માટે ૨૪ કલાક ચા પાણી ભોજનની વ્યવસ્થા પણ વિનામૂલ્યે આપવામાં આવે છે અહી આવતાં દરેક ભાવિકોને માટે એક જ પ્રસાદ વીઆઇપી કે રાજકીય આગેવાનો માટે કોઈ ખાસ વ્યવસ્થા થતી નથી મંગળવારે મેળા નિમિત્તે ગુજરાતભરમાંથી વહેલી સવારથી જ હજજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડી દાદાના શ્રદ્ધાભેર દર્શન કરશે આ અંગે રસોડામાં બે દિવસથી પ્રસાદનું કાર્ય ધમધમી રહ્યું છે. આ અંગે દર્શનાર્થે આવતા ભાવિકોને કોઈ જરૂરીયાત જણાય તો તેમણે (મો.9725875451) ઉપર સંપર્ક સાધવો.

હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.