દારૂના અલગ-અલગ ચાર દરોડામાં વેપારી, સોની સહિત પાંચ ઝડપાયા - At This Time

દારૂના અલગ-અલગ ચાર દરોડામાં વેપારી, સોની સહિત પાંચ ઝડપાયા


શહેરમાં વર્ધમાનનગર, માલીયાસર, બામણબોર અને સીલ્વર સ્ટોર સોસાયટીમાંથી, ઈમીટેશનના ધંધાર્થી વેપારી, સોની સહીત પાંચ શખ્સોને વિદેશી દારૂની 40 બોટલ રૂ।.48 હજારના મુદ્દામાલ સાથે પોલીસે દબોચી કાયદેસરની કાર્યવાહી કરી હતી.દરોડાની વધુ વિગત અનુસાર એલ.સી.બી.ઝોન-1ના પી.એસ.આઈ.બી.વી.બોરીસાગર ટીમ સાથે પેટ્રોલીંગમાં હતાં.

ત્યારે સાથેના કોન્સ્ટેબલ સત્યજીતસિંહ અને રવિરાજભાઈને મળેલ ચોકકસ બાતમીના આધારે માલીયાસણ બ્રીજ પાસેથી રસીક જયંતી દુધાત્રા (ઉ.વ.32)(ધંધો-ઈમીટેશન)(રહે ખોડીયાર સોસાયટી શેરી નં.1)ને દબોચી વિદેશી દારૂના ચપલા 22 રૂ।.3300ના મુદ્દામાલ સાથે દબોચી પુછપરછ હાથ ધરી હતી. બીજા દરોડામાં વર્ધમાનનગર શેરી નં.9માં શ્રીનાથજી એપાર્ટમેન્ટમાં રહેતાં ધર્મેશ વિજય ભારભાયા (ઉ.વ.42)ના મકાનમાં દરોડો પાડી વિદેશી દારૂની 15 બોટલ રૂ।.7500 મોબાઈલ ફોન-1 રૂ।.5 હજાર મળી રૂ।.12500ના મુદ્દામાલ સાથે ધર્મેશને એલ.સી.બી.ઝોન-2ના પી.એસ.આઈ.આર.એચ.ઝાલા અને ટીમે દરોડો પાડી દબોચ્યો હતો.
ત્રીજા દરોડામાં બામણબોર ચેક પોસ્ટ પાસેથી બાઈકમાં પસાર થતાં દિનેશ વિનું સારદીયા અને સુનિલ પ્રેમજી ડાભીને અટકાવી તપાસ કરતાં તેની પાસેથી વિદેશી દારૂની બે બોટલ અને બાઈક મળી રૂ।.31 હજારના મુદ્દામાલ સાથે એરપોર્ટ પોલીસે દબોચી કાયદેસરની કાર્યવાહી કરી હતી. ચોથા દરોડાની વિગત અનુસાર મોટામવામાં આવેલ માસુમ સ્કૂલની પાસે ઈન્દીનીટી મોટર ગેરેજની સામે હાઈડ્રા એન્ટર પ્રાઈબન નામના કારખાના માંથી વેપારી દિશાન મહેન્દ્ર રવિસાહેબ (ઉ.વ.25) (રહે. બિગબજારીની સામે સીલ્વર સ્ટોન સોસાયટી મેઈન રોડ 150 ફુટરીંગ રોડ)ને દબોચી વિદેશી દારૂની એક બોટલ રૂ।.1500 સાથે તાલુકા પોલીસે દબોચી કાયદેસરની કાર્યવાહી કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.