ભાભરમાં જવાબદાર તંત્ર ની ઘોર બેદરકારીને કારણે પશુઓ કોઈ નો જીવ લેતો નવાઈ નહીં…?
બનાસકાંઠા જિલ્લા કલેકટર શ્રીએ રખડતાં પશુઓને પાંજરાપોળ,ઢોરવાડા માં પુરવાનો દરેક નગરપાલિકાના સત્તાધીશો ને જિલ્લા કલેકટર શ્રીએ આદેશ કર્યો હોવા છતાં ભાભર હાઇવેના આ દ્રશ્યો જોતા લાગેશે કે ભાભર નગરપાલિકાના સત્તાધીશો રખડતાં પશુઓને કારણે કોઈ મોટી દુર્ધટના કે જાનહાનિ સર્જાશે ત્યારે જાગશે વાત કરવામાં આવેલ ભાભરની તો ભાભરમાં રખડતાં પશુઓનો ત્રાસ દિનપ્રતિદિન વધી રહ્યો છે ગત શુક્રવારની સાંજે ભાભર દિયોદર હાઇવે જૈન દેરાસર નજીક ભરચક એરિયામાં બે આખલો સામ સામે શિંગડા ભરાવીને બાખડયા હતાં આખલાઓ એટલા હિંસક બન્યા હતા કે હાઇવે રોડ પરથી પસાર થતા મુસાફરો વાહનચાલકો તેમજ હાઇવે પરના દુકાનદારોના જીવ તાળવે ચોંટયા હતો દુકાનદારો દ્વારા આખલાઓ ને છુટા પાડવા માટે પાણીનો મારો ચલાવ્યો હતો ત્યારે આખલાઓ છુટા પડતાં હાશકારો લીધો હતો આમ ભાભર પાલીકાની ઘોર બેદરકારીને કારણે રખડતાં પશુઓ કોઈ મોટી દુર્ધટના સર્જા તે પહેલાં કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી નગરજનોની માંગ ઉઠવા પામી છે..
9913475787
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.