બોટાદ ટાઉન,પાળીયા, સાંણદ પોલીસ સ્ટેશનના અનડીટેક્ટ મોબાઇલ ચોરીના ગુન્હાનો ડીટેકટ કરતી પેરોલ-ફર્લો/એલ.સી.બી.ટિમ
(ચેતન ચૌહાણ દ્વારા)
ભાવનગર વિભાગનાઓ દ્વારા મિલકત સંબધી ગુન્હાઓ અટકાવવા સારૂ અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે અનુસંધાને બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક કે.એફ.બળોલીયા નાઓએ મિલકત સંબધી ગુન્હા ડીટેકટ કરવા સુચના કરેલ હોય જે અન્વયે એલ.સી.બી.ના પોલીસ ઇન્સપેક્ટર એ.જી.સોલંકી નાઓના માર્ગદર્શન હેઠળ ઇ/ચા પેરોલ-ફર્લો સ્કૉડ પો.સબ.ઇન્સ. એસ.બી.સોલંકી નાઓની સુચના મુજબ આજરોજ પેરોલ-ફર્લો સ્કૉડ સ્ટાફના આ.હેડ.કોન્સ. ભારદ્વાજભાઇ કાળીદાસ રામાનુજ નાઓને બાતમી મળેલ કે એક ઇસમ પોતાની પાસે ચોરીના મોબાઇલ ફોન રાખી બોટાદ જયાનગર,અળવ રોડ પાસે ઉભેલ છે જે બાતમી આધારે તપાસ કરતા મજકુર ઇસમ સગીર વયનો કાયદાના સંઘષમાં આવેલ બાળ કિશોર હોય જેની પાસેથી મોબાઇલ ફોન મળી આવેલ હોય જે શંકાશબ્દ મોબાઇલ ના બીલો બાબતે ખરાઇ કરતા સદર મોબાઇલ ફોન બાબતે બોટાદ ટાઉન પો.સ્ટે ગુ.ર.નં.૧૧૧૯૦૦૦૨૨૪૧૧૧૨ બી.એન.એસ.ક.૩૦૩ તથા પાળીયાદ પો.સ્ટે ગુ.૨.નં.૧૧૧૯૦૦૦૫૨૪૦ બી.એન.એસ.ક.૩૦૩ તથા સાંણદ પો.સ્ટે ગુ.ર.નં.૧૧૧૯૨૦૫૦૨૪૦ ઇ.પી.કો.ક.૩૭૯ મુજબ ના કામે ચોરાયેલ હોય આમ સદરહુ મોબાઇલ ફોન 1 નંગ-૦૫ ની કિ.રૂ કિ.રૂ.૧૫૦૦૦/-નો મુદામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી કરવા માટે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશને સોંપી આપેલ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.