જગત ને માથે લઈ ને ફરતા સ્વ ઘોષિત જગત ગુરુ યુક્રેન રશિયા ની વોર રોકી શકતા નેતા ઓ વાયનાડ માં ચેતવણી ને બદલે એજન્સી મોકલી હોત નબળો ભાઈ હોય તો લેણાં માં નહિ પણ મેણા (અપકીર્તિ) માં ભાગ આપે બહુહેતુક યોજના સર્વ જન સુખાય સર્વ જન હિતાઇ પણ આંધ-બિહાર માંજ - At This Time

જગત ને માથે લઈ ને ફરતા સ્વ ઘોષિત જગત ગુરુ યુક્રેન રશિયા ની વોર રોકી શકતા નેતા ઓ વાયનાડ માં ચેતવણી ને બદલે એજન્સી મોકલી હોત નબળો ભાઈ હોય તો લેણાં માં નહિ પણ મેણા (અપકીર્તિ) માં ભાગ આપે બહુહેતુક યોજના સર્વ જન સુખાય સર્વ જન હિતાઇ પણ આંધ-બિહાર માંજ


જગત ને માથે લઈ ને ફરતા સ્વ ઘોષિત જગત ગુરુ

યુક્રેન - રશિયા ની વોર રોકી શકતા નેતા ઓ વાયનાડ માં ચેતવણી ને બદલે એજન્સી મોકલી હોત

નબળો ભાઈ હોય તો લેણાં માં નહિ પણ મેણા (અપકીર્તિ) માં ભાગ આપે

બહુહેતુક યોજના સર્વ જન સુખાય સર્વ જન હિતાઇ પણ આંધ-બિહાર માંજ

શિયાળ તાણે સીમ ભણે કૂતરું તાણે ગામ ભણે જાહેર જીવન ની પડતી નૈતિક મૂલ્યો નું ધોવાણ દેશ ની એકતા અખંડીતા ની દુહાઈ દેતાં નેતા ઓ આટલા બધા સંકુચિત હોય શકે ? વિદેશી વોર રોકી ને વિદ્યાર્થી ઓનો લાવી શકતા હો તો દેશ નાં વાયનાડ શું ધા વાગે છે ? કેરળ ભારત માં નથી ? સિસ્ટમે ભલે ચેતવણી આપી પણ કેન્દ્ર એ સુનિશ્ચિત થઈ જવા ને બદલે પોતા ની NDRF કે અન્ય એજન્સી ઓને કેમ ન મોકલી ? વાયનાડ ની ખુવારી અટકાવી કે ઓછી ન કરી શકાય હોત ? ૩૦૦ નિર્દોષ નાગરિકો ને બચાવવા નું પુણ્ય કેમ ન કર્યું સરકાર ભલે વિપક્ષ ની હોય નાગરિક તો ભારત દેશ નાજ છે ને ? ભુસ્ખનન એ કુદરતી છે કોંગ્રેસી નહિ આપતી માં પણ રાજકારણ ? ભારત સરકારે ૧૭,૫૦૦ કરોડની કરવેરામાં રાહત આપતાં, એટલી ખોટ ખાવી પડશે, એવો અફસોસ કર્યો, ત્યારે દર મહિને ૨૫,૦૦૦ કરોડની વસૂલાત માત્ર જી.એસ.ટી. દ્વારા તે કરી રહી છે એ વાત તે કહેતી નથી ભારત સરકારના નાણામંત્રી નિર્મલા સીતારામને સાતમી વખત કેન્દ્રીય બજેટ રજૂ કરીને વિક્રમ કર્યો ભાજપે બજેટને વખાણ્યું અને વિપક્ષે વખોડયું આ વખતનું બજેટ મોદી સરકારે નવ પ્રાથમિકતા ઓ આપી જેમાં સોથી પહેલી ટેકા બાદ કૃષિ રોજગાર માનવ સંસાધન વિકાસ શહેરી વિકાસ મુખ્ય છે પણ સોથી મોટી પ્રાથમિકતા ટેકો મજબૂત કરવા પાછળ કરાયેલ લહાણી છે રોજગારને પ્રોત્સાહન આપવા માટે પહેલી નોકરી ઓ ૩ હપ્તામાં ૧૫૦૦૦ થી વધુ નહિ એ રીતે કેન્દ્ર સરકારે દેશ ની ટોપ ૫૦૦ કંપનીઓમાં પાંચ વર્ષ માં ૧ કરોડ યુવાનો ને ઇન્ટર્નશિપ આપવાની વાત બજેટ માં કરી તેમાં દર મહિને રૂપિયા ૫૦૦૦ નું સ્ટાઈપેન્ડ અને રૂ.૬૦૦૦ વન ટાઈમ સપોર્ટ પણ દર વર્ષે બે કરોડ યુવાનોને નોકરી આપવાનું અગાઉ બોલાઈ ગયું તેનું શું ? હવે પાંચ વર્ષ માં એક કરોડ રોજગાર ની વાત ઉપર આવી ને અટકી મધ્યમવર્ગી નોકરિયાતોને બજેટમાં કર રાહતની અપેક્ષા રહેતી હોય છે ને એમાં મોટે ભાગે નિરાશા જ સાંપડતી હોય છે. સરકારે ૫ લાખની કરમુક્તિની મર્યાદાનું વચન તો પળાયું નથી મધ્યમવર્ગ ના પગારદારો જ ઈન્કમટેક્સ ભરે છે આ વખતે સ્ટાન્ડર્ડ ડિડક્શનની મર્યાદા ૫૦,૦૦૦થી વધારીને ૭૫,૦૦૦ કરવામાં આવી છે ટેક્સ રેટના સ્લેબ બદલાયા છે ને એ દ્વારા ૧,૭૫,૦૦ની કર રાહત અપાયાની વાત છે ન્યૂ રિજિમ અને ઓલ્ડ રિજિમની યુક્તિ નાણામંત્રીએ જ દાખલ કરેલી અને હવે ઓલ્ડ રિજિમ નાબૂદ કરવાની યુક્તિ હોય તેમ બધી જ કર રાહતો નવી રિજિમને જ લાગુ કરી છે. ઓલ્ડ રિજિમમાં કર રાહત મેળવવા લોકો પાસે બચત કરાવાતી હતી તે સ્થિતિ નવી રિજિમમાં નથી એટલે કરદાતાઓ હવે બચત નહીં કરે વખાણ-વખોડવાની ફોર્મ્યુલા નક્કી જ હોય છે ટેક્ષ નો દાયરો વધારો વર મરો કન્યા મરો પણ મારું તરભાણું ભરો વિપક્ષ ભલે હોબાળો કરે પણ ટેકો મજબૂત કરવા આંધ્ર અને બિહારને અનુક્રમે પંદર હજાર અને સાઈઠ હજાર કરોડની ભેટ આપી એ પુરા દેશ ની જનતા એ ભરવું ભોગવવું પડે નબળો ભાઈ હોય તો લેણાં માં ભલે ભાગ ન આપે પણ મેણા ક્યાં જવું મને કમને અપકીર્તિ તો આપી જ જાય ને ?આંધ્ર પ્રદેશ ૭૦,૦૦૦ કરોડની ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડની રિફાઇનરી નો નિર્ણય અગાઉ કરાવી ગયા છે બજેટમાં અન્ય રાજ્યોને કંઈ જ મળ્યું નથી એવું નથી. પૂર્વોદય યોજનામાં જે પાંચ રાજ્યો સામેલ હતાં એમાં બિહાર અને આંધ્ર પ્રદેશ સિવાય પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા અને ઝારખંડ પણ છે તે ઉપરાંત આસામ પૂર નિયંત્રણ અને મહારાષ્ટ્રને સિંચાઈ પરિયોજના માટે ફંડ ફાળવવામાં આવ્યું છે સામૂહિક વિકાસ નાં સાધનો મુઠી ભર લોકો કરે અને આવી વિસંગતા વાળી વ્યવસ્થા કેમ કરે છે અન્ય રાજ્યો ને હળહળતો અન્યાય નથી લોકસભા ની ચૂંટણી માં જે રાજ્ય માં સ્ટાર પ્રચારકો સભા કરે ત્યાં જોર શોર થી કહેતા હતા નંબર વન રાજ્ય બનાવીશું આવું તો આંધ્ર બિહાર સિવાય ધણા રાજ્ય માં બોલ્યા હતા પણ નંબર વન તો આ બે રાજ્ય ને બનાવવા આટલું મોટું બજેટ ફાળવી દેવાયું ચૂંટાયેલી સરકારો સમાન ધોરણે સામૂહિક વિકાસ કરવાને બદલે આવી વિસંગતા ઊભી કરતી વ્યવસ્થા કેમ ? દેશ માં બહુહેતુક યોજના ઓ સર્વ જન સુખાય સર્વ જન હિતાઈ પણ આવી રીતે ?

નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.