નાતની મીટીંગમાં ગયેલ મહિલાને હડધૂત કર્યા: ઘરે આવી રેખાબેન ગોટકીયાએ ફીનાઇલ પીધું - At This Time

નાતની મીટીંગમાં ગયેલ મહિલાને હડધૂત કર્યા: ઘરે આવી રેખાબેન ગોટકીયાએ ફીનાઇલ પીધું


માર્કેટીંગ યાર્ડ પાછળ મંછાનગર-3માં રહેતા રેખાબેન વિપુલભાઇ ગોટકીયા (ઉ.વ.45) ગઇકાલે સાંજે પોતાના ઘરે હતા ત્યારે ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવારમાં સીવીલ હોસ્પીટલમાં ખસેડાયા હતા. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે બી ડીવીઝન પોલીસને જાણ કરી હતી. વધુમાં મહિલાએ જણાવ્યું હતું કે દોઢ મહિના પહેલા આજીડેમ પાસે રહેતા એક યુવક સાથે તેમની પુત્રીને પ્રેમસંબંધ હોય
જે મામલે તેમની પુત્રીએ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. જેમનો સારવારનો ખર્ચ આશરે સાત લાખ જેટલો આવ્યો હતો. એ મામલે યુવકના પરિવારજનો સાથે વાતચીત ચાલુ હતી દરમ્યાન ગઇકાલે આજીડેમ પાસે તેઓને પરિવાર સાથે બોલાવ્યા હતા. જ્યાં તેઓ 60 થી વધુ લોકોે હાજર હતા અને તમને તમારી પુત્રીની સારવારમાં કોઇ ખર્ચો આપવો નથી અને હવે આ મામલે વાત કરશો તો તમને મારવા પડશે તેમ કહી હડધૂત કર્યા હતાં. જેમને લાગી આવતા તેઓએ આ પગલું ભર્યું હતું. પોલીસે દોડી જઇ મહિલાનું નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.