બોટાદ જિલ્લાના લાઠીદડ ગામે આવેલ શ્રી ઉમા કેમ્પસ ખાતે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર કાર્યક્રમ યોજાયો
(પ્રતિનિધિ વનરાજસિંહ ધાધલ)
બોટાદ ના લાઠીદડ ગામે આવેલ શ્રી ઉમા કેમ્પસ ખાતે કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવેલું હતું. આ સેમિનારમાં સંદીપભાઈ દવે દ્વારા વિદ્યાર્થી બહેનોને કારકિર્દી અંગે ઘણું માર્ગદર્શન આપવામાં આવેલું હતું. ત્યારબાદ સમગ્ર શિક્ષકગણને પણ કારકિર્દી અંગે માર્ગદર્શન આપવામાં આવેલું હતું. આ કાર્યક્રમમાં કોલેજ, ઉચ્ચતર માધ્યમિક, માધ્યમિકના પ્રિન્સિપાલ તેમજ સમગ્ર સ્ટાફ હાજર રહ્યો હતો. આ કાર્યક્રમ શિક્ષણ સમિતિના ચેરમેન એ. ડી.ભાઈ ભાવનગરીયાના માર્ગદર્શન હેઠળ સંપન્ન થયો હતો
આ પ્રકારના તમામ સમાચાર માટેે
