ઉના નેશનલ હાઇવે પરનો નદીનો પુલ અત્યંત જર્જરીત દુર્ઘટના થવાની શક્યતા
ઉનાનો ૬૦ વર્ષ જૂનો નેશનલ હાઈવે નો પુલ અતિ બિસ્માર ઉપરથી રૂડો રૂપાળો દેખાતો પુલ ની નીચેનો ભાગ સડી ગયો હોય તેમ સળિયા દેખાઈ રહ્યા હોય ગમે ત્યારે ભયંકર અકસ્માત થવાની ભીતી
ઉના ના ૬૦ વર્ષ જૂના મરછુંન્દ્રી નદીના પુલ ઉપરથી દરરોજ હજારો લોડીંગ વાહનો ૩૫ થી વધુ ટન માલ ભરેલા ડમ્પરો સેંકડો એસટી બસો સહિત માનવ મુસાફર ભરેલા ટેમ્પા રીક્ષા સહિતના વાહનો તેમજ સ્કૂલો ના વિદ્યાર્થીઓ ભરેલા વાહનો જ્યાંથી પસાર થાય છે તેવા મરછુંન્દ્રી નદી ઉપરનો પુલ અતિ બિસ્માર અને બીમાર અવસ્થામાં હોય આ ૬૦ વર્ષ જુના પુલનો ઉપરથી રૂડો રૂપાળો દેખાતો પુલ નીચેથી જોતા સડી ગયેલ હાડ માંસ ની જેમ સળિયા દેખાવા સાથે પુલની જર્જરિત રેલીંગ ગમે ત્યારે મોરબીના પુલની જેમ ધરાશાઈ થાય તે પહેલા માર્ગ મકાન સ્ટેટ કે નેશનલ હાઇવે ઓથોરિટી જેના અંડર માં આવતો હોય તેના દ્વારા તાત્કાલિક અસરથી નવો પુલ બનાવવામાં આવે અને નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા બાયપાસ બનેલા રોડ ઉપરના પુલ ઉપરથી વાહનો પસાર થાય તે માટે બાયપાસ રોડ નું કામ તાત્કાલિક અસરથી ઝડપી રીતે પુરું કરવામાં આવે તો જ લોકોના જાન માલ અને વાહનો ભયંકર અકસ્માત થી બચે તેવું તાલુકા અને ઉનાના જાગૃત નાગરિકો ઇરછી રહ્યા હોય ગીર સોમનાથ જિલ્લાના સાંસદ અને તમામ ધારાસભ્યો મરછુંન્દ્રી નદીના પુલ બાબતે પક્ષા પક્ષી છોડી સરકારમાં રજુઆત કરી વહેલી તકે મરછુંન્દ્રી નદીનો ૬૦ વર્ષ જૂના પુલની જગ્યાએ નવો પુલ બનાવવામાં આવે તેવું લોકો ઇચ્છી રહ્યા છે
રિપોર્ટર માવજી વાઢેર ઉના દીવ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.