શહેરમાં દારૂના સાત દરોડા: શરાબની 2419 બોટલ ઝડપાઈ
તહેવારો નજીક આવતા જ બુટલેગરો સક્રિય થયા હોય તેમ પોલીસે સાત દરોડા પાડી શરાબની 2419 બોટલ સાથે સાત શખ્સોને રૂા.13.50 લાખની મત્તા સાથે દબોચી કાયદેસરની કાર્યવાહી કરી હતી. જેમાં ગાંધીગ્રામ પોલીસે 150 ફુટ રીંગ રોડ પર આવેલ ન્યુ સીટી મોલના ગોડાઉનમાંથી જ 1788 બોટલ પકડી પાડી હતી.
દરોડાની વિગત મુજબ, એલસીબી ઝોન-1ના પીએસઆઈ બી.વી. બોરીસાગર ટીમ સાથે પેટ્રોલીંગમાં હતા ત્યારે સાથેના કોન્સ્ટેબલ રવિરાજ પટગીર, સત્યજીતસિંહ જાડેજા અને દિવ્યરાજસિંહ જાડેજાને મળેલ ચોકકસ બાતમીના આધારે ભાવનગર રોડ આરએમસી વેસ્ટ ઝોન સામે આવેલ કોમ્પ્લેક્ષના પાર્કિંગમાં રાખેલ કારમાંથી દારૂની અલગ અલગ બ્રાન્ડની 312 બોટલ મળી રૂા.4.62 લાખનો મુદ્દામાલ સાથે ક્રિપાલસિંહ હિતેન્દ્રસિંહ સોલંકી (ઉ.વ.22) (રહે. લાતીપ્લોટ શેરી નં.10)ને દબોચી લીધો હતો. જયારે મુખ્ય સુત્રધાર હનીફ હુસેન મઘરા (રહે. દુધસાગર રોડ) નાસી છુટતા તેની શોધખોળ હાથ ધરી હતી.
બીજા દરોડામાં ક્રાઈમ બ્રાંચના પીએસઆઈ ડી.સી. સાકરીયા અને ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે સાથેના સ્ટાફને મળેલ ચોકકસ બાતમીના આધારે રૈયા ગામના સ્મશાનથી આગળ આરએમસી પમ્પીંગ સ્ટેશન પાસેથી નંબર પ્લેટ વગરની એક કારમાંથી દારૂની 288 બોટલ ઝડપી પાડી રૂા.3.64 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જયારે બુટલેગર એજાદ ઉર્ફે નવાબ સુલતાન જલવાડી (રહે.ખોડીયારપરા, રૈયા ગામ) નાસી છુટતા તેની શોધખોળ હાથ ધરી હતી.
ત્રીજા દરોડામાં આજીડેમ પોલીસે ખોખળ નદીની બાજુમાંથી રોહીત શૈલેષ રાઠોડ (રહે. લક્ષ્મીનગર શેરી નં.6)ને દારૂની બે બોટલ સાથે ઝડપી પાડયો હતો. ચોથા દરોડામાં ગાંધીગ્રામ પોલીસ મથકના કોન્સ્ટેબલ મુકેશ સબાડ અને સ્ટાફે અક્ષરનગર મેઈન રોડ પરથી દારૂની 20 બોટલ રીક્ષા ભરી નિકળેલા દિપેશ ઉર્ફે દિલીપ કામ્બોડીયાને દબોચી રૂા.25900નો મુદામાલ કબ્જે કર્યો હતો.
જયારે અન્ય દરોડામાં રૈયાગામ મુકતીધામ સામેથી બીપીન રમેશ સોલંકીને દારૂની 8 બોટલ રૂા.12 હજારના મુદામાલ સાથે યુનિવર્સિટી પોલીસે અને ન્યુ 150 ફુટ રીંગ રોડ પર પરસાણા ચોક પાસેથી ચીરાગ નરોત્તમ બદ્રકીયાને દારૂની એક બોટલ સાથે પકડી પાડયો હતો.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.