ઉના-વેરાવળ તાલુકામાં ‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત સફાઈ થઈ - At This Time

ઉના-વેરાવળ તાલુકામાં ‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત સફાઈ થઈ


ઉના-વેરાવળ તાલુકામાં ‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત સફાઈ થઈ
--------------
દૂકાનદારો અને વેપારીઓને સિંગલ યૂઝ પ્લાસ્ટિક વિશે સમજ અપાઈ
--------------
ગીર સોમનાથ, તા.૩૦: સ્વચ્છતા અંગે ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારના વધુને વધુ લોકો જાગૃત થાય અને સ્વચ્છતાને પોતાના સ્વભાવમાં ઉતારે તે માટે ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર સતત પ્રયત્નશીલ છે. ‘સ્વચ્છતા હી સેવા’ અંગે ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારમાં સફાઈ અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે ઉના-વેરાવળ તાલુકામાં દુકાનદારો અને વેપારીઓને સિંગલ યૂઝ પ્લાસ્ટિક વિશે સમજ અપાઈ હતી.

"સ્વચ્છતા હી સેવા" અભિયાન અંતર્ગત વેરાવળ અને ઉના તાલુકાના જૂદા જૂદા સ્થળોએ સફાઈ કરવામાં આવી હતી અને દુકાનદારો તેમજ વેપારીઓને સિંગલ યૂઝ પ્લાસ્ટિક વિશે સમજણ આપી જ્યાં-ત્યાં કચરો ન કરવા અંગે અપીલ કરવામાં આવી હતી.

ઉપરાંત વેપારીઓ, શેરી ફેરીયાઓ અને ગલ્લા વિક્રેતાઓને ભીનો અને સૂકો કચરો અલગ-અલગ રાખવા તેમજ સ્વચ્છતા જાળવવા અને સિંગલ યૂઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા બાબતે સૂચના આપવામાં આવી હતી.
00 000 00 000


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.