સસ્તા ભાવે વાહનો અને લોન કરાવી દેવાનું કૌભાંડ: 40 થી વધું લોકો છેતરાયા
હાલના સમયમાં જો મોંઘી કારમાં શરીરે સોનું પહેરી લોકો નિકળે તો અંજાઈ જતાં નહીં, કેમ કે તે લોકો તમારી સાથે વિશ્વાસઘાત પણ કરી શકે છે. તેવી જ છેતરપીંડીની ફરીયાદ થોરાળા પોલીસ મથકમાં નોંધાઈ છે. રેલનગરમાં ઓફીસ ખોલી વિશાલ સોનારા નામના ગઠિયાયે સસ્તા ભાવે વાહનો અને લોન કરાવી દેવાના બહાને 40 થી વધું લોકો સાથે લાખો રૂપિયાની છેતરપીંડી આચરી હોવાનું સામે આવતાં ભોગ બનનાર પોલીસ મથકે દોડ્યા હતાં અને હાલ સાત લોકોએ રૂ।.73 લાખની છેતરપીંડી થયાની ફરીયાદ નોંધાવી છે. થોરાળા પોલીસે આરોપીને સકંજામાં લીધો છે.
બનાવ અંગે નવા થોરાળા મેઈન રોડ પર ગુરૂ બાળક સાહેબના મંદિર સામે રહેતાં મૂળ ખરેડી ગામના વતની હિતેષભાઇ મહેશભાઇ પરમાર (ઉ.વ.36) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે વિશાલ પ્રભાત સોનારા (રહે. રેલનગર) નું નામ આપતાં થોરાળા પોલીસે છેતરપીંડીની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓ છુટક ઇલેક્ટ્રીકનુ કામ કરી પરિવારનુ ગુજરાન ચલાવે છે.ત્રણેક વર્ષ પહેલા એટલે કે, વર્ષ 2021 માં તેઓ ખેરડી ગામે હતો ત્યારે ગામથી આગળ આવેલ મામા સાહેબના મંદિરે દર ગુરુવારે જતો હતો ત્યારે મારે વિશાલ સોનારા પણ ત્યાં આવતા હોય જેથી તેમની સાથે મુલાકાત થયેલ બાદમાં અવારનવાર મુલાકાત થતાં તેમની સાથે મિત્રતા થયેલ હતી.
બાદ ગઇ તા.18/04/2024 ના ખેરડીમાં આવેલ મામા સાહેબના મંદિર ખાતે માંડવો હોય જેથી તેઓ માંડવામાં ગયેલ હતો ત્યારે વિશાલ સોનારા પણ ત્યાં માંડવામાં આવેલ હતો. ત્યારે આરોપીને કહેલ કે, તમે મોટી મોટી ગાડીઓ ફેરવો છો તો મને પણ એકાદ ગાડીનું કરી આપોને તેવી વાત કરતા વિશાલે કહેલ કે, હું તમને ગાડીનુ કરી દઇશ તેવી વાત કરેલ હતી.
બીજા દિવસે તેઓ નવા થોરાળા મેઇન રોડ પર આવેલ મકાન પર હતો ત્યારે ફોન આવેલ કે, હું વિશાલ સોનારા બોલુ છું, તમારે ગાડી લેવાની છે ને, તો એક વર્ષ 2016 ના મોડલની સ્વીફ્ટ કાર ટોઇંગમાં પડેલ છે. જે તમને આશરે એક લાખ કે સવા લાખમાં મળી જશે તેવી વાત કરેલ તો તેમને કહેલ કે, આ ગાડી મારે લેવી હોય તો શુ કાર્યવાહી કરવી પડશે, તો આરોપીએ કહેલ કે, તમારે પહેલા ગેટ પાસના રૂ.4500 ભરવા પડશે, અને આ રૂપિયા કેવી રીતે આપવા પડશે પૂછતાં તેને કહેલ કે, આ રૂપિયા ગુગલ-પે કરી આપો જેથી કટકે-કટકે રૂ.4500 મોકલેલ હતા.
બાદમાં ગઇ તા.22/04/2024 ના વિશાલનો ફોન આવેલ કે, તમારે એક હજાર રૂપિયા આર.ટી.ઓ. ના આપવાના છે જેથી ફરીથી રૂ।000 ગુગલ પે કરેલ હતા. બાદમાં તા.28/04/2024ના વિશાલનો ફોન આવેલ કે, મારે જામનગર ટોઇંગનુ ટેન્ડર પાસ થયેલ છે જેમાં પૈસા ભરવાના હોય જેથી રૂ। હજાર આપો જેથી ફરીથી રૂ.3 હજાર ગુગલ પે કરેલ હતા.
બાદમાં અવાર-નવાર વિશાલ સોનારાને ફોન કરી કહેલ કે, ગાડીનુ ક્યારે થશે તો તે કહેતો કે, તમારી ગાડીનુ થઈ જશે બાદ દોઢેક મહિના પહેલા આરોપી તેમના ઘર બાજુ નીકળેલ ત્યારે ગાડી બાબતે પૂછતાં તેને કહેલ કે, હાલ ચુંટણી છે એટલે થોડા દિવસોમાં થઈ જશે તેવી વાત કરેલ હતી.
બાદમાં આરોપી વિશાલે કહેલ કે, હાલ તમારી પાસે કેટલા રોકડા રૂપિયા છે, તો ફરિયાદીએ તેમની પાસે રૂ.60 હજાર રૂપિયા રોકડા પડેલ છે, તો આરોપીએ કહેલ કે, તે રૂપિયા મને આપો જેથી તમને રૂ.59,500 રૂપિયા રોકડા આપેલ હતા એમ મળી કુલ રૂ.67 હજાર આપેલ હતા. બાદમાં અવાર-નવાર ગાડી બાબતે ફોન કરતા તમને કહેલ કે, થઇ જશે તેવી વાત કરતો હતો. દરમિયાન તેમણે જાણવા મળેલ કે, તેમના લતા-વાસીઓમાંથી ઘણા લોકો પાસેથી વિશાલે અલગ-અલગ લોભ લાલચ આપી સાત લોકો પાસેથી રૂ।.73 લાખની ઠગાઇ તેમજ છેતરપીંડી કરી છે.
બનાવ અંગેની ફરીયાદ પરથી થોરાળા પોલીસે ગુનો નોંધી આરોપીને સકંજામાં લઈ વધું પૂછતાછ હાથ ધરતાં કુલ 40 જેટલા લોકો છેતરપીંડીનો ભોગ બન્યાનું સામે આવ્યું છે અને છેતરપીંડીનો ભોગ બનનાર લોકો ફરીયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે.
સસ્તા ભાવે વાહનો અપાવી દેવા અને લોન કરાવી દેવાના નામે 40 જેટલા લોકો સાથે લાખો રૂપિયાની છેતરપીંડી આચરનાર ગઠિયો વિશાલ સોનારા કોઈ ને શંકા ન જાય અને લોકો પર પોતાનો વિશવાસ પ્રસ્થાપિત કરવા માટે ગૂગલ પે થી જ રૂપિયા ટ્રાન્સફર કરાવી લોકોને છેતરતો હતો.
અનેક લોકોને સસ્તા વાહનો અપાવવાના નામે છેતરપિંડી આચરનાર ગઠિયો વિશાલ સોનારા પહેલાં વાહનો ટોઇંગ કરવાના કોન્ટ્રાકટરમાં નોકરી કરતો હતો. તે સમય દરમિયાન તેને લોકોને વાહનો બાબતે ફસાવવાની કળા કેળવી લીધી હતી. બાદમાં ટોઇંગના કોન્ટ્રાકટરને અરોપીનું વર્તન સારૂ ન લાગતાં તેને નોકરીમાંથી કાઢી મુક્યો હતો અને બાદમાં આ રવાડે ચડી ગયો હતો. તેમજ રસ્તામાં પાર્ક કરેલ વાહનો પોતાના બતાવી સસ્તા ભાવે વેંચવાનું કહીં લોકો પાસેથી પૈસા પડાવી લેતો હતો.
છેતરપીંડીનો ભોગ બનનાર લોકો
પ્રકાશભાઈ હંસરાજભાઈ પરમાર (રહે.નવા થોરાળા મેઈન રોડ, ગુરૂ બાળક સાહેબના મંદિર સામે,) પાસેથી ગાડી આપવાના બહાને રૂ।.50 હજાર, હંસાબેન કરશનભાઈ મકવાણા (રહે, નવા થોરાળા શેરી નં 3) પાસેથી લોન કરાવી દેવાના બહાને રૂ।.15 હજાર, ચીરાગભાઇ જીતેન્દ્રભાઇ મકવાણા (રહે, નવા થોરાળા, સર્વોદય સોસાયટી શેરી નં 1) પાસેથી લોન કરાવી દેવાના બહાને રૂ।.50 હજાર, અમીતભાઈ ઉકાભાઇ પરમાર (રહે, રાજનગર) પાસેથી લોન કરાવી દેવાના બહાને રૂ।.20 હજાર, પંકજભાઈ હીરાભાઇ પાંધલ (રહે, નવા થોરાળા અવધ પાર્ક શાળા નં 29 ની પાછળ) પાસેથી લોન કરાવી દેવાના બહાને રૂ।.9 હજાર તેમજ એક મહિનાનો પગાર સહિત રૂ।.20 હજાર, સાજીદ ઉર્ફે રાજ હનીફભાઇ મીર્ઝા (રહે, મનહર સોસાયટી શેરી નં 01) પાસેથી લોન કરાવી દેવાના બહાને રૂ।.15 હજાર તેમજ ચાર મહિનાનો પગાર રૂ.36 હજાર મળી કુલ રૂ.51 હજાર મળી કુલ રૂ।.2.73 લાખની છેતરપીંડીનો ભોગ બન્યાં હતાં.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.