નવરાત્રી તહેવારોને અનુલક્ષીને સતાધારથી કચ્છ આશાપુરાધામ બસ સેવા શરૂ કરો - At This Time

નવરાત્રી તહેવારોને અનુલક્ષીને સતાધારથી કચ્છ આશાપુરાધામ બસ સેવા શરૂ કરો


નવરાત્રી તહેવારોને અનુલક્ષીને સતાધારથી કચ્છ આશાપુરાધામ બસ સેવા શરૂ કરો
વિસાવદર તાલુકાને કચ્છની એકપણ બસ સેવા નથી તો કચ્છમાં આવેલા વિવિધ યાત્રાધામો આશાપુરા ધામ,ગોધરા, કોટેશ્વર ને જોડતી જો વિસાવદરથી કચ્છની સ્લિપર બસ સેવા શરૂ કરવામાં આવે તો લોકોની સગવડતા મા વધારો થાય.પણ વિસાવદરની અંધ નેતાગિરીને કારણે આવી બાબતો પણ ધ્યાન રાખવાનું નજરમાં નથી આવતું.વિસાવદરથી દ્વારકા પણ બસ શરૂ કરાય તો લોકોને પડતી પારાવાર મુશ્કેલીઓનો હલ નીકળે.તેમજ જુનાગઢ રાજપીપળા બસ જે જુનાગઢ સવારે ડેપોમાં પડી રહે તેને વિસાવદર સુધી લંબાવવામાં આવે અને વિસાવદરથી સાંજે ફરી જુનાગઢથી રાજપીપળા ઉપાડવામાં આવે તો વિસાવદરના લોકોને વડોદરા તેમજ રાજકોટ જવા આવવા માટેની સગવડ ઉભી થાય.પણ મોટા કદાવર નેતાઓ પાસે મોટી ગાડીઓ છે એટલે તેમને સામાન્ય જનતાની આ બાબતો ધ્યાનમાં નથી આવતી કેમકે આમાં કોઈ કટકી કે કમીશન તો નથી મળતું. તો જુનાગઢ એસ.ટી. તંત્ર આ બાબતે સઘન વિચારણા કરે તેવી માંગ ઉઠી છે.
રિપોર્ટ હરેશ મહેતા
મુકેશ રીબડીયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.