મહિસાગર : સંતરામપુર તાલુકાના ઉખરેલી ગામે બસ ડ્રાયવર ને મારમારીને માથા નાં ભાગે ગંભીર ઈજા કરતાં એસટી સ્ટાફ માં રોષ.. - At This Time

મહિસાગર : સંતરામપુર તાલુકાના ઉખરેલી ગામે બસ ડ્રાયવર ને મારમારીને માથા નાં ભાગે ગંભીર ઈજા કરતાં એસટી સ્ટાફ માં રોષ..


મહિસાગર : સંતરામપુર તાલુકાના ઉખરેલી ગામે બસ ડ્રાયવર ને મારમારીને માથા નાં ભાગે ગંભીર ઈજા કરતાં એસટી સ્ટાફ માં રોષ..

ચાર ઈસમો સામે ગુનો નોંધાયો
વડોદરા થી ફતેપુરા વાયા સંતરામપુર બસ લઈ ને બસ ડ્રાયવર મુસ્તાક અબ્દુલ રહીમ ગાજી નીકળેલ . ત્યારે સંતરામપુર બસ સ્ટેશન થી આરોપી પપ્પુ પારસીગ ડીડોર બસમાં બેઠેલા ને ઉખરેલી આવતાં પપ્પુએ ઉખરેલી બે નંબર નાં બસ સ્ટોપ પર બસ ઉભી રાખવા જણાવતાં જેથી ફરીયાદી ડાયવરે કહેલ કે ઉખરેલી બે નંબરના બસ સ્ટેન્ડ પર અમારી બસનું સટોપેજ નથી.જેથી બસ ઊભી નહીં રહે.જેથી આરોપી પપ્પુ પારસીગ ડીડોર નવાધરા બસ સ્ટોપ પર ઉતરી ગયેલ.ને બસ ડ્રાયવર બસ લઈ ને ફતેપુરા બસ ડેપોમાં ગયેલ. ને ફતેપુરા થી બસ નું બોર્ડ બદલી નેબસ સંતરામપુર વાયા
ઉખરેલી થ ઈને આવવાં નિકળેલ.નેરસતા માં બસને ઉખરેલી બે નંબર પીક અપ સ્ટેન્ડ નજીક આરોપીઓ પપ્પુ પારસીગ ડીડોર ને પપ્પુ લક્ષ્મણ ડીડોર ને પારસીગ કાળુ ડીડોર ને લક્ષ્મણ જીવા ડીડોર નાં ઓએ બસ ને ઉભી રખાવી ને આરોપીઓ પારસીગ કાળુ અને લક્ષ્મણ જીવા નાં ઓ કન્ડક્ટર સાઇડના દરવાજા થી બસ માં ધુસી જ ઈને ફરીયાદી ડ્રાયવર એ સરકારી કમૅચારી છે તેમ જાણતાં હોવાં છતાં આરોપીઓ ડાયવરને કહેવા લાગેલ કે તારાં બાપની બસ છે.કેમ અહીં ઉભી રાખતો નથી.તેમ કહીને બિભત્સ ગાળો બોલતાં હોઈ બસનાં ડાયવરે આરોપીઓ ને ગાળો નહીં બોલવા કહેતાં આરોપીઓ ઉશ્કેરાઈ ગયેલાં ને ફરીયાદી બસ ડ્રાયવર જોઙે મારામારી ને ઝપાઝપી કરીને ફરીયાદી ડ્રાયવર ને ગડદાપાટુ નો મારમારીને ઈજા પહોંચાડી હતી.તે સમયે આરોપી પપ્પુ લક્ષ્મણ ડીડોર ડ્રાયવર સાઈડ નો દરવાજે આવી ને ડ્રાયવર નો હાથ ખેંચવા લાગ્યો હતો જેથી ડાયવરે તેની સાઈડનો દરવાજો અંદરથી બંધ કરી દીધેલો.તે દરમ્યાન ડ્રાયવર નું માથું તેની કેબીનના દરવાજા બહાર આવી જતાં આરોપી પપ્પુ પારસીગ ડીડોરે તેનાં હાથ માનો ડંડો
ડ્રાયવર નાં માથાના ભાગે જોર થી મારી દેતાં માથાનાં ભાગે ગંભીર ઈજા પહોંચી હતી.આ બનાવની જાણ બસ ડાયવરે તેનાં એસટી સત્તાધીશો ને મોબાઈલ ફોન થી જાણ કરેલ ને ઈજાગ્રસ્ત બસ ડાયવરને 108 માં સંતરામપુર સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.જયા ઈજાગ્રસ્ત બસ ડાયવરને જરુરી પ્રાથમિક સારવાર આપી ને માથાનાં ભાગે થયેલ ઈજા માં જરૂરી ટાંકા લ ઈને વધુ સારવાર માટે ડાયવરને ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
ઈજાગ્રસ્ત ડાયવરે પ્રાથમિક સારવાર લીધા બાદ સંતરામપુર પોલીસ મથકે જ ઈને બનેલ બનાવની ફરી યાદ આપવા ગયેલ પરંતુ આ ગંભીર ધટના માં પોલીસ દ્વારા ત્વરીત જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ નહીં ધરાતા ધટના ની જાણ થતાં એસટી વિભાગીય નિયામક ને એસટી નાં અધિકારી ઓ સંતરામપુર પોલીસ મથકે દોડી આવ્યા હતા ને આ બનાવમાં સંતરામપુર પોલીસે ત્રણ કલાક પછી ફરીયાદ લ ઈને કાયૅવાહી કરેલ જોવાં મળતી હતી.
સરકારી એસટી ડાયવર ઉપર પ્રીપલાન થી ષડયંત્ર રચીને તેની ઉપર આરોપીઓ એ હુમલો કરી ને મારમારીને શરીર નાં ભાગે તથાં માથા નાં ભાગે ડંડો મારી ને ગંભીર ઈજા પહોંચાડી ગુનો કરતાં તેનાં ધેરા પ્રત્યાઘાતો એસટી સ્ટાફ માં પડેલાં જોયાં મળે છે.
ઉલ્લેખનીય છે કે સરકારી એસટી ડાયવર ઊપર આરોપીઓ એ ષડયંત્ર રચીને ગેરકાયદેસર રીતે મંડળી બનાવી ને ચાલુ ફરજ દરમિયાન ડાયવર ઉપર જીવલેણ હિચકારો હુમલો કરેલા ના બનાવમાં હુમલાખોર આરોપીઓ ને પકડવા માટે ની તુરતજ કોઈ કાયૅવાહી સંતરામપુર પોલીસ દ્વારા નહીં કરાતાં ને બનાવ બને વીસ કલાક વિત્યા છતાં પણ આ હુમલાખોર આરોપીઓ ને પકડવા માં સંતરામપુર પોલીસ નિષ્ફળ ગયેલ જોવા મળે છે.જેનુ શું કારણ હોઈ શકે???
એસટી ડાયવર ઊપર નાં હુમલા ની ઘટના માં પોલીસ ની કામગીરી શંકાસ્પદ જોવા મળે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.