હળવદવાસીઓના પડતર પ્રશ્ને કોંગ્રેસ અને આપની ચીફ ઓફિસરને રજુઆત - At This Time

હળવદવાસીઓના પડતર પ્રશ્ને કોંગ્રેસ અને આપની ચીફ ઓફિસરને રજુઆત


અનેક પ્રશ્ને વારંવાર રજૂઆતો થઈ છતાં પાલિકા તેને ગંભીરતાથી ન લેતી હોવાના આક્ષેપ

હળવદ : હળવદ શહેરની અનેક નાની મોટી સમસ્યાઓનો જનતા વર્ષોથી સામનો કરી રહી છે.આ મામલે અનેક રજૂઆતો થઈ હોવા છતાં આજ દિન સુધી આમાંની એક પણ રજૂઆતોને હળવદ નગરપાલિકા દ્વારા ગંભીરતાથી લેવામાં ન હોવાનું જણાવી આ મામલે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા ચીફ ઓફિસરને રજુઆત કરવામાં આવી હતી.

રજુઆતમાં જણાવાયુ હતું કે ગટરના ઢાંકણાનું સમારકામ કરવામાં આવે, સ્ટ્રીટ લાઈટોનું સમાર કામ કરવામાં આવે,હળવદની મુખ્ય બજાર અને સોસાયટી વિસ્તારનાં રોડ રિપેર કરવામાં આવે,મુખ્ય રોડ ઉપર વરસાદી પાણી ભરાય જાય છે તે વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવે, રેગ્યુલર રોડ રસ્તા સફાઈ કરવામાં આવે,હળવદની આન,બાન અને શાન સમા શરણેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં આવેલ સામંતસર તળાવના કાંઠે કરોડો રૂપિયાનાં ખર્ચે રિવરફન્ટ બનાવવામાં આવ્યો હતો અને પછી તરત જ થોડા સમયમાં રિવરફ્રન્ટની પાળ બેસી ગઈ હતી,તો તેનું સમારકામ પણ કરવામાં આવ્યું અને તેની તપાસ વિજિલન્સ દ્વારા પણ થઈ હતી જેની તપાસમાં માટી,રેતી,કોન્ક્રીટ,સિમેન્ટનાં સેમ્પલો લેવામાં આવ્યા હતા એ તપાસ ક્યાં પહોંચી તેનો રિપોર્ટ શું આવ્યો તે હળવદની જાહેર જનતાને જણાવવામાં આવે,સરા ચોક્ડી નજીક સારી નવી સરકારી સ્કૂલ બનાવવામાં આવે તેવી માંગ છે.સાથે જ હળવદ મામલતદારને પણ આપના આગેવાનો દ્વારા મૌખિક રજૂઆત કરી જણાવ્યું હતું કે જન સુવિધા કેન્દ્રમાં વહેલી તકે વધુ ઓપરેટરોની નિમણૂક કરવામાં આવે તેથી લોકોને પડતી આધારકાર્ડ,રેશનકાર્ડ સહિતની તકલીફોમાંથી રાહત મળે.

આ તકે આમ આદમી પાર્ટીના આગેવાન પંકજભાઈ રાણસરીયા, શહેર કોંગ્રેસ પ્રમુખ શૈલેષભાઈ દવે, આપના મહામંત્રી પંકજભાઈ આદ્રોજા, શહેર પ્રમુખ વિપુલભાઈ રબારી, તાલુકા પ્રમુખ ચંદુભાઈ મોરી,કોંગ્રેસ પ્રમુખ ગોપાલભાઈ દોરાલા,મહામંત્રી હિમાંશુભાઈ મહેતા,સેવાદળના પ્રમુખ ઘનશ્યામભાઈ બાબરીયા સહિતનાઓ હાજર રહ્યા હતા

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.