મનપામાં વોટ્સએપ, ગૂગલ-ફોન પેથી ટેક્સ સહિતની ચુકવણી આંગળીનાં ટેરવે, 5 વર્ષમાં 564 કરોડનાં ચુકવણાં કરાયાં
રાજકોટ મનપાએ અપનાવેલી ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ આજે ઉદાહરણરૂપ બની છે. હાલ મોટી સંખ્યામાં લોકો ડિજિટલ પેમેન્ટ તરફ વળ્યા છે. રાજકોટમાં વોટ્સએપ, ગૂગલ-ફોન પેથી ટેક્સ સહિતની ચુકવણીમાં નોંધપાત્ર વધારો થયો છે. મનપાને ટેક્સ સહિતના ચુકવણાં કરવા માટે ક્રમશઃ ડિજિટલ પેમેન્ટ કરનારાઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. મનપા દ્વારા વર્ષ 2011થી ઓનલાઈન ચુકવણીનો પ્રારંભ કરાયો હતો. જેમાં છેલ્લા 5 વર્ષમાં રૂ.564 કરોડનાં ચુકવણાં ડિજિટલ માધ્યમથી કરવામાં આવ્યાં છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.