નવરાત્રિમાં મોડે સુધી ગરબે રમી શકાશે ગૃહમંત્રીએ કહ્યું-કોઈને હેરાન ન કરતા - At This Time

નવરાત્રિમાં મોડે સુધી ગરબે રમી શકાશે ગૃહમંત્રીએ કહ્યું-કોઈને હેરાન ન કરતા


નવરાત્રિમાં મોડે સુધી ગરબે રમી શકાશે ગૃહમંત્રીએ કહ્યું-કોઈને હેરાન ન કરતા
સરકાર મોડી રાત સુધી ગરબા ચાલું રહે તે માટે વ્યવસ્થાઓ કરશેઃ હર્ષ સંઘવી

વેપાર- ધંધા અને રોસ્ટોરન્ટ રાતે પણ ધમધમશે, પોલીસને ઉદાર વલણ રાખવા સૂચના

ગુજરાતમાં જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ કમિશનરો નવરાત્રિ દરમિયાન રાતના ૧૨ વાગ્યા સુધી જ સાઉન્ડ સિસ્ટમ ચાલુ રાખવા જાહેરનામા બહાર પાડી રહ્યા હોય પરંતુ, વિતેલા વર્ષોની જેમ આ વર્ષે પણ મોડી રાત સુધી ખેલૈયાઓ મન મૂકી રંગભર ગરબે રમી શકે તે માટે શરતોને આધિન સરકાર છૂટ આપશે. રાજ્યકક્ષાના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ શનિવારે નવરાત્રિમાં મોડી રાત સુધી ગરબા થઈ શકે તે માટે સરકાર વ્યવસ્થા કરશે તેમ જાહેર કર્યું હતું. ઉપરાંત નવરાત્રિમાં
સરકારની વ્યવસ્થા, પોલીસના ઉદાર વલણની સાથે જ નાગરિકોને પણ નિયમોનું પાલન કરવા અને કોઈને હેરાન ન કરવા અપીલ કરી હતી.

ગુજરાતીઓના પોતિકા ઉત્સવમાં રાત્રે પણ વેપાર- ધંધા, રેસ્ટોરેન્ટ અને નાના ફેરિયાને રોજગાર મળે તે માટે આર્થિક પ્રવૃતિઓ પણ ચાલુ રહી શકશે. પોલીસને તે માટે ઉદાર વલણ દાખવવા સુચના આપ્યાનું કહેતા ગૃહમંત્રી સંઘવીએ જણાવ્યું કે, સૌ કોઈ નાગરિકો નવરાત્રિના આ પાવન અવસરે ભક્તિ અને શક્તિમાં રંગાઈ શકે, ગરબે ઘુમી શકે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં વ્યવસ્થા તૈયાર કરી રહી છે. તેમણે કહ્યું કે, રાજ્યના સૌ નાગરિકો ઉત્સાહપૂર્વક નવરાત્રિ ઉજવે તે માટે ખેલૈયા, નવરાત્રિના આયોજકોને વિનંતી સાથે અપીલ કરીએ છીએ કે મ્યુઝિક, સાઉન્ડ સિસ્ટમ અને ડીજે બેન્ડ એ બધુ આજુબાજુમાં રહેતા નાગરિકો અને આજુબાજુમાં હોસ્પિટલ હોય તો આવી બધી જ જગ્યાએ કોઈ હેરાન ન થાય તેની જવાબદારીનું એક નાગરિક તરીકે સૌ કોઈ નિર્વાહન કરે. તે ફરજ તરીકે અદા કરે. ઉલ્લેખનીય છે કે, રાતે ૧૨ વાગ્યા પછી પણ સાઉન્ડ સિસ્ટમ વગર પણ ગરબા તો થઈ જ શકે છે.

રીપોર્ટર: સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.