રાજકોટ જિલ્લામાં ઉનાળા પહેલાં લીંબુના ભાવમાં ભડકો,રૂ.150ના કિલો, ગૃહિણીઓના બજેટ ખોરવાયા - At This Time

રાજકોટ જિલ્લામાં ઉનાળા પહેલાં લીંબુના ભાવમાં ભડકો,રૂ.150ના કિલો, ગૃહિણીઓના બજેટ ખોરવાયા


રાજકોટમાં વિધિવત રીતે ઉનાળાની શરૂઆત થાય તે પહેલા લીંબુના ભાવ આસમાને પહોંચ્યા છે. સામાન્ય રીતે ઉનાળામાં લીંબુનો વપરાશ વધુ થતો હોય છે. પરંતુ આ વર્ષે ઉનાળાની શરૂઆત થાય તે પહેલાં જ લીંબુનો સ્વાદ ખાટો નહીં પણ કડવો બની ચૂક્યો છે. કારણ કે બજારમાં લીંબુની આવક ઓછી થઇ છે જેની સામે માંગમાં વધારો થયો છે. જેને કારણે લીંબુના ભાવ બમણા થઈ ચૂક્યા છે.

આ અંગે મીનાબેન વઘાસીયાએ મીડિયાને જણાવ્યું હતું કે,પાંચ દિવસ પહેલા લીંબુ લેવા આવ્યા ત્યારે તેનો ભાવ રૂ.50 હતો. આજે રૂ.150 થઈ ગયો છે અને વેપારીઓ સાથે અમે દલીલ કરીએ છીએ તો શાકભાજીના વેપારીઓ એવું કહે છે કે આવતા પાંચ દિવસમાં 250 રૂપિયા થઈ જશે તો આમાં અમારા જેવા સામાન્ય વર્ગે ક્યાં જવું મોંઘવારી એ ખરેખર માઝા મૂકી છે આ રીતે ભાવ વધારો વધતો જાય તો અમે શું કરીએ અમારો તો બજેટ આજે જ ખોવાઈ ગયો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.