વિસાવદરની પોસ્ટ ઓફિસમાં ટપકતા પાણીમાં લોકોના અગત્યના દસ્તાવેજો વચ્ચે પ્લાસ્ટીક બાંધી કામ થતું હોય નવી જગ્યા ફાળવવા ટિમ ગબ્બરની માંગ - At This Time

વિસાવદરની પોસ્ટ ઓફિસમાં ટપકતા પાણીમાં લોકોના અગત્યના દસ્તાવેજો વચ્ચે પ્લાસ્ટીક બાંધી કામ થતું હોય નવી જગ્યા ફાળવવા ટિમ ગબ્બરની માંગ


વિસાવદરની પોસ્ટ ઓફિસમાં ટપકતા પાણીમાં લોકોના અગત્યના દસ્તાવેજો વચ્ચે પ્લાસ્ટીક બાંધી કામ થતું હોય નવી જગ્યા ફાળવવા ટિમ ગબ્બરની માંગવિસાવદરતા.ટિમ ગબ્બર ગુજરાતના કે.એચ. ગજેરા તથા નયનભાઇ જોશી એડવોકેટ વિસાવદર દ્વારા જનરલ મેનેજર પોસ્ટ વિભાગ, જૂનાગઢ,કલેક્ટરશ્રી, જૂનાગઢ,સુપ્રીન્ટેન્ડન્ટ ઓફ પોસ્ટ ઓફિસીઝ, જુનાગઢ, પોસ્ટ માસ્ટર જનરલ PMG રાજકોટ,
ચીફ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોસ્ટ ગુજરાત રાજ્ય,
અમદાવાદ વિગેરેને લેખિત રજુઆત કરી જણાવેલ છે કે, વિસાવદર પોસ્ટ ઓફિસમાં છેલ્લા ઘણા સમયથી અનેક વખત રજુઆત કરવા છતાં પોસ્ટની કચેરી બદલવામાં આવેલ ન હોય હાલ વિસાવદરમાં સૌથી વધારે વરસાદ પડેલ હોય તેને કારણે પોસ્ટની કચેરીમાં છત વર્ષોજુની હોય અને તેમાંથી સતત પાણી ઓફિસમાં ટપકતું હોય અને લોકોના જરૂરી દસ્તાવેજો પાણીમાં રઝળતા હોય તેમજ સ્લેબમાંથી ગમે ત્યારે સિમેન્ટના પોપડા પડતા હોય કર્મચારીઓ તથા આ કચેરીમાં આવતી પ્રજા સતત ભય નીચે જીવતી હોય અને મોટી જાનહાની થાય તે પહેલાં આ બિલ્ડીંગની જગ્યાએ નવું બિલ્ડીંગ ફાળવવા માંગણી કરેલી હોય અને તે રજુઆતનો કોઈ ઉકેલ આવેલ ન હોય ત્યારે વૈકલ્પિક ઉપાય તરીકે નવી આધુનિક સગવડતા વાળી જગ્યા તાત્કાલિક ફાળવવા અમારી માંગ સાથે રજુઆત છે.હાલની કચેરી પણ ભાડૂતી જગ્યામાં બેસતી હોય અને તેની જગ્યાએ નવી બિલ્ડીંગ બને ત્યાં સુધી નવી ભાડૂતી જગ્યા રાખવામાં આવે તે બાબતે રજુઆત કરેલ છે અને રજુઆતમાં ઉપરોકત રજુઆત લાગુ પડતા વિભાગોમાં કરી કરાવી આ ફરિયાદ અન્વયે કરેલી કાર્યવાહીનો લેખિત જવાબ નાગરિક અધિકાર પત્ર અન્વયે અમારા સરનામે મોકલી આપવા માંગણી કરેલ હોવાનું ટિમ ગબ્બર ગુજરાતના. વિસાવદરના એડવોકેટ નયનભાઇ જોશીની એક અખબારી યાદીમાં જણાવાયું છે

રિપોર્ટ હરેશમહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.