બોટાદમાં ટ્રાફીકનું નિયમન કરવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીનું જાહેરનામું
બોટાદમાં ટ્રાફીકનું નિયમન કરવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીનું જાહેરનામું
સવારના ૧૦:૦૦થી ૧૪:૦૦ કલાક તથા સાંજે ૧૬:૦૦થી ૨૦:૦૦ કલાક સુધી ભારે વાહનો માટે પ્રવેશ નિષેધ
બોટાદમાં ટ્રાફીકનું નિયમન કરવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીએ ફરમાવ્યું છે કે, રેલ્વે સ્ટેશન રોડ,નવ નિર્મિત અન્ડરબ્રિજ, સાળંગપુર રોડ તથા ટાવર રોડ પરથી પાળીયાદ તરફ જતાં વાહનોને ફક્ત સાળંગપુર ત્રણ રસ્તાથી ગોંડલ પાન પેલેસથી મસ્તરામ મંદિર-સતવારા બોર્ડિંગ થઇ કાબા રૂપાની વાડીથી વકીલ પેટ્રોલપંપ સામેથી પાળીયાદ રોડ પર પ્રવેશ કરવાનો રહેશે. પાળીયાદ તરફથી સાળંગપુર જતાં વાહનોને વેલી ચોકથી મોબાઇલ બજાર-કરમશી ભવાન કિરાણા સ્ટોર(તરાના પાન)થી ટાવર રોડ પર પ્રવેશ કરવાનો રહેશે. હવેલી ચોકથી દિનદયાળ ચોક અને હિરા બજારમાં ટ્રાફીક સમસ્યા નિવારવા ફકત એકબાજુ દ્વિ-ચક્રી વાહનો પાર્ક કરવા એટલે કે, એકી તારીખે જમણી બાજુ તથા બેકી તારીખે ડાબી બાજુ વાહનો પાર્ક કરવાના રહેશે.
પીક-અવર્સ દરમિયાન એટલે કે સવારના ૧૦:૦૦થી ૧૪:૦૦ કલાક તથા સાંજે ૧૬:૦૦થી ૨૦:૦૦ કલાક સુધી ભારે વાહનો માટે પ્રવેશ નિષેધ રહેશે. ફોર્ચ્યુન હોસ્પિટલવાળા ખાચામાં જવા માટે એકર્માગીય પ્રવેશ રૂટ રહેશે. તથા ફોર્ચ્યુન હોસ્પિટલવાળા ખાંચામાંથી પાળીયાદ રોડ તરફ બહાર નીકળવા માટે પ્રજાપતિ સમાજની વાડી, બોઇઝ હાઇસ્કૂલ, હવેલી ચોક અથવા પટેલ ઇલેકટ્રોવિઝન વાત્સલ્ય વુમન કેર, મોચી સમાજની વાડી, વડોદરીયા હોસ્પિટલ પાળીયાદ રોડ તરફ એક માર્ગીય પ્રવેશ રૂટ નક્કી કરાયો છે.
આ જાહેરનામું તા.૧ર-૧-૨૦૨૩ સુધી અમલી રહેશે. આ હુકમ/જાહેરનામાનો ભંગ/ઉલ્લંઘન કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર ઠરશે.જાહેરનામાનો અમલ અને તેના ભંગ બદલના પગલા લેવા માટે ફરજ પરના હેડ કોન્સ્ટેબલ તથા તેનાથી ઉપરના અધિકારીને અધિકાર રહેશે.
Report, Nikunj Chauhan Botad
7575863232
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.