વડનગર નગરપાલિકાના વહીવટીદાર ને લારીવાળા વેપારી ઓ આવેદનપત્ર આપ્યું .
વડનગર નગરપાલિકાના વહીવટીદાર ને લારીવાળા વેપારી ઓ આવેદનપત્ર આપ્યું .
વડનગર નગરપાલિકાના વહીવટીદાર એ લારીવાળા વેપારી ઓ ને કોલેજ ચોકડી પર ઉભા રહેવા માટે બે દિવસ ની મુદત આપેલી છે.!!!
મહેસાણા જિલ્લા ના વડનગર નગરપાલિકા વહીવટ તંત્ર ને લારીવાળા વેપારી ઓ ઓ આવેદનપત્ર આપ્યું હતું કે એ રક્ષાબંધન પવિત્ર તહેવાર ના દિવસે કોલેજ ચોકડી થી ફાટક તથા બી એન હાઈસ્કૂલ વચ્ચે ટ્રાફિક જામ થયો હતો તેથી વડનગર પોલીસ તંત્ર દ્વારા સુચનાઓ આપવામાં આવેલી હતી .તે ના અનુસંધાનમાં પી.એસ.આઇ વાણીયા સાહેબ પોલીસ સ્ટાફના માણસો સાથે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન વડનગર કોલેજ ચોકડી ટ્રાફિકને સમસ્યા દૂર કરવા પી.એસ.આઇ વાણીયા સાહેબ એ દુકાનદાર વેપારીઓને પી.એસ.આઇ.વાણીયા સાહેબ જણાવ્યું કે વેપારીઓની ગાડીઓ બાઈ ક પાર્કિંગ જગ્યામાં મૂકી આવવી જેથી કરીને ટ્રાફિકની સમસ્યા દૂર થાય પોલીસ સ્ટાફના પરમાર સાહેબે શાકભાજીની લારી ને રીક્ષા ચાલક ને જણાવેલું કે શાકભાજીની લારી નગરપાલિકાએ ફાળવેલ જમીન છે. તેમાંથી બહાર નહીં આવવાનું ને કોઈ નિયમનો ભંગ કરશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આપ સૌ સાથ ને સહકાર આપો તેવુ જાહેર જનતાને પ્રવચન કરવામાં આવ્યું છે. પરંતુ વડનગર નગરપાલિકાના વહીવટીદાર એ સૂત્રો અનુસાર જાણવા મળ્યું હતું કે જે આગળ લારીવાળા ને ઉભા રહે છે. એ લારીવાળા પાસે થી ઉભા રહેવા નું ભાડું દુકાન ના વેપારી ઓ લે છે. તેવી વાત પણ મળી છે. અને જો આવી રીતે ચાલતું હશે તો વેપારી ઓને પણ નગરપાલિકા વહીવટી તંત્ર ને ગેરમાર્ગે દોરે છે. તેવું સાબિત થઇ રહ્યું છે.તો બે દિવસ માટે લારીવાળા વેપારી ઓને ઉભા રહેવા ની મુદત આપી છે. પરંતુ હવે જોવાનું એ રહ્યું કે આ લારીવાળા વેપારી ઓને જે સૂચિત જગ્યાએ આપી છે. ત્યાં જશે ખરાં??? અને દુકાનદાર વેપારી ઓ લારીવાળા વેપારી ઓને ન તેમની દુકાન ની આગળ ઊભા રાખે છે.અને ભાડું લે છે. તો બાબત નગરપાલિકા શું પગલાં લે છે .તે આવનાર દિવસોમાં શું આ કોલેજ ચોકડી ની ટ્રાફિક સમસ્યા દૂર થશે કે શું તે જોવા નું રહ્યું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.