સતાપર ના સવાભાઈ બીજલભાઈ કેરાસિયા પરિવાર ની દીકરીઓ ના લગ્ન પ્રસંગે આહીર સમાજની શૈક્ષણિક સંસ્થાઓ માં તેમજ ગૌ સેવામા દાન કાર્યો - At This Time

સતાપર ના સવાભાઈ બીજલભાઈ કેરાસિયા પરિવાર ની દીકરીઓ ના લગ્ન પ્રસંગે આહીર સમાજની શૈક્ષણિક સંસ્થાઓ માં તેમજ ગૌ સેવામા દાન કાર્યો


કચ્છ આહીર સમાજમાં હાલમાં વૈશાખ વદ તેરસના દિવસે લગ્ન પ્રસંગ યોજાઈ રહ્યા છે ત્યારે કેરાસિયા પરિવારની લાડકી દીકરી દીવ્યા અને દિક્ષીતા ના શુભ લગ્ન પ્રસંગ શ્રી આહીર સવાભાઈ બીજલભાઈ કેરાસિયા પરીવાર સત્તાપર તરફ શ્રી કચ્છ -પાટણ આહીર મંડલ સંચાલિત આહીર બોર્ડિંગ અંજાર માં લગ્ન પ્રસંગે 11111 (અગિયાર હાજર અગિયારસો અગિયાર )રૂપિયા નું દાન તેમજ શ્રી ગોવર્ધન આહીર કન્યા વિદ્યાસંકુલ (સતાપર) માં રૂ -11111/તેમજ સંતશ્રી વલ્લભદાસજી પરમાર્થી સેવા ટ્રસ્ટ પ્રેરિત પરમ પૂજ્ય શ્રી ત્રિકમદાસજી મહારાજ સંચાલિત શ્રી વ્રજ ગૌશાળા -મોટી નાગલપર માં 11111/રૂપિયા નું દાન તેમજ સતાપર ગામની ગૌશાળા શ્રી મુરલીધર ગૌ સેવા સીમિતિ ટ્રસ્ટ (સતાપર) માં ગૌ સેવા માં તેમજ શૈક્ષણિક સંસ્થા અને કન્યા કેળવણી માં કેરાસિયા પરિવારની દીકરી ચિ. દિક્ષિતા ચિ. દિવ્યા ના લગ્ન પ્રસંગે સવાભાઈ બીજલભાઈ કેરાસિયા. અરજણભાઈ સવાભાઈ કેરાસિયા. ભીમજીભાઈસવાભાઈ કેરાસિયા તથા સમસ્ત કેરાસિયા પરિવાર (સતાપર ) તરફથી દાન આપી અને સમાજને સહયોગી બન્યા છે ત્યારે આહીર સમાજના આગેવાનો વડીલો કેરાસિયા ને અભિનંદન શુભેચ્છાઓ આપી હતી.

રિપોર્ટ -દિપક આહીર
ભચાઉ કચ્છ


9909724189
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.