બાકોર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રૂ.28,350/-ના વિદેશી દારૂ સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડતી મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાંચ ; મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચને મળી સફળતા
પંચમહાલ ગોધરા રેન્જ આઈ.જી.પી.ચિરાગ કોરડિયા તથા મહીસાગર જીલ્લા પોલીસ અધિક્ષક રાકેશ બારોટ દ્વારા મહીસાગર જિલ્લામાં દારૂની હેર-ફેર તથા વેચાણ સહિતની પ્રોહિબીશનની અસામાજીક પ્રવૃત્તિ કરનાર ઇસમો સામે કડક હાથે કાયવાહી કરવા સુચના કરેલ હોય જેમમા મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી.આર.ડી.ભરવા ડ તથા પોલીસ સબ ઇન્સ્પેકટર .પી.એમ.મકવાણા ની સુચના અને માર્ગદશન આધારે મહીસાગર એલ.સી.બી. સ્ટાફના માણસોની અલગ અલગ ટીમની રચના કરવામાં આવેલ હતી.
તે દરમ્યાન મહીસાગર એલ.સી.બી. સ્ટાફના એ.એસ.આઇ. ભવાનજી બાલાજી તથા એ.એસ.આઇ. ક્રુષ્ણકુમાર રધુનાથસિંહ તથા આહેકો મેહપાલ ઉમેદસિંહ એ રીતેના માણસો બાકોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં 02 જુલાઈ 2023 ના રોજ પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન એ.એસ.આઇ. ક્રુષ્ણકમાર રધુનાથધસિંહનાઓને બાતમી મળેલ કે લીંબડિયા ચાર રસ્તા પાસે ત્રણ ઇસમો લેધરની બેગમાં દારૂની બોટલો લઇ કોઇ વાહનમા જવા ઉભા છે.
જે બાતમીના આધારે લીંબડિયા ચાર રસ્તા પર જઇ તપાસ કરતા ઉપરોકત બાતમીવાળા ઇસમો ઊભા હોય તેઓને ઝડપી પાડવામાં આવેલ તથા તેમની પાસેની લેધરની બેગોમાં ચેક કરતા તેઓની પાસેથી કુલ કિંમત રૂપિયા 28,350-/ની વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની બોટલો મળી આવેલ હતી. જેથી ત્રણે ઇસમોને ઝડપી પાડી તેઓની વિરુધ્ધ બાકોર પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.