રાજકોટ મહાનગરપાલિકાની સેવાઓ શહેરીજનો શોર્ટ કોડ નંબર ડાયલ કરી સરળતાથી નોંધાવી શકશે. - At This Time

રાજકોટ મહાનગરપાલિકાની સેવાઓ શહેરીજનો શોર્ટ કોડ નંબર ડાયલ કરી સરળતાથી નોંધાવી શકશે.


રાજકોટ શહેર તા.૪/૧૨/૨૦૨૪ ના રોજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિવિધ સેવાઓને લગત નાગરિકોની ફરિયાદોની નોંધણી માટે વર્ષ-૨૦૦૮ થી ૨૪x૭ કોલ સેન્ટર ચાલુ કરવામાં આવેલ છે. જેમાં વાર્ષિક ૩.૭૫ લાખ ફરિયાદો નોંધવામાં આવે છે. આ માટે મહાનગરપાલિકા દ્વારા લેન્ડલાઈન નં.૦૨૮૧-૨૪૫૦૦૭૭ કે જેમાં (૫ હન્ટીંગ લાઈન સામેલ છે) તેમજ ટોલ ફ્રી નં.૧૮૦૦-૧૨૩-૧૯૭૩ પર શહેરનાં નાગરિકો ફોન દ્વારા તેઓની મહાનગરપાલિકાની સેવાઓ અંગે ફરિયાદો નોંધાવી શકે છે તે પ્રકારની વ્યવસ્થા અમલમાં મુકેલ છે. ભારત સરકારનાં Ministry of Communication & Information Technology નાં Department Of Telecommunications (DOT) દ્વારા ભારતની તમામ મહાનગરપાલિકાઓની વિવિધ સેવાઓ અંગેની ફરિયાદો માટે અલગ અલગ નંબરને બદલે તમામ ફરિયાદોની નોંધણી સમગ્ર દેશમાં એક જ કોમન નંબર દ્વારા કરી શકાય તેવી વ્યવસ્થા શરુ કરવામાં આવેલ છે. આ માટે ૧૫૫૩૦૪ નંબર નો શોર્ટ કોડ અમલમાં મુકવામાં આવેલ છે. ભારત સરકારની આ યોજનાનો અમલ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલ છે. હાલમાં કોલ સેન્ટરનાં નં.૦૨૮૧-૨૪૫૦૦૭૭ તેમજ ટોલ-ફ્રી નં.૧૮૦૦-૧૨૩-૧૯૭૩ નાં સ્થાને શોર્ટ કોર્ડ નંબર ૧૫૫૩૦૪ પરથી લોકો પોતાની મહાનગરપાલિકાની સેવાઓ અંગેની ફરિયાદો નોંધાવી શકશે. આ સેવાનાં મુખ્ય મુદ્દાઓ નીચે મુજબ છે. (1) સમગ્ર દેશમાં એક જ શોર્ટ કોડ નંબર ૧૫૫૩૦૪ દ્વારા મહાનગરપાલિકાઓની સેવાઓ અંગેની ફરિયાદોની નોંધણી. (2) ઉપરોકત નંબર ૧૫૫૩૦૪ ને Category-1 નંબર તરીકે જાહેર કરવામાં આવેલ છે આથી તમામ ટેલિકોમ ઓપરેટરોને ફરજીયાત પણે આ સર્વિસ પ્રોવાઈડ કરવાની રહેશે. (3) અન-રીસ્ટ્રીકટેડ સર્વિસ જે STD Code પર પણ અવેલેબલ થશે. આ ઉપરાંત હાલની કોલ સેન્ટરની સેવાઓને મહાનગરપાલિકાનાં પોતાના ડાર્ક ફાયબર દ્વારા (10 User SIP Line) મહાનગરપાલિકાનાં સેન્ટ્રલ ઝોન સર્વર સાથે કનેક્ટ કરવામાં આવેલ છે. આથી લોકોને મહાનગરપાલિકાની સેવાઓ અંગેની પોતાની ફરિયાદો નોંધાવવામાં સરળતા રહેશે. આ ઉપરાંત મહાનગરપાલિકાની વેબસાઈટ, મોબાઈલ એપ તેમજ વોટ્સએપ ચેટબોટ દ્વારા પણ લોકો પોતાની ફરિયાદો નોંધાવી શકે છે. આમ હવેથી મહાનગરપાલિકાની સેવાઓ અંગેની ફરિયાદો લોકો ૦૨૮૧-૨૪૫૦૦૭ અને ૧૮૦૦-૧૨૩-૧૯૭૩ ને બદલે એક જ શોર્ટ કોડ ૧૫૫૩૦૪ નંબર ડાયલ કરી સરળતાથી નોંધાવી શકશે.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.