G20 ડેલિગેશનની સોમનાથ મુલાકાત અંગે ઈણાજ જિલ્લા સેવાસદન ખાતે સમિક્ષા મીટિંગ યોજાઈ
ગીર સોમનાથ, તા.૧૫: G20 મિટિંગના ભાગરૂપે તારીખ ૧૮-૧૯/૦૫/૨૦૨૩ના રોજ દિવ ખાતે Science-20 મિટિંગ યોજાનાર છે. જે અન્વયે G20 ડેલિગેશન સોમનાથ મંદિરે દર્શન માટે પધારનાર છે. જેના સુચારૂ આયોજન તેમજ અમલીકરણ માટે ઈણાજ જિલ્લા સેવાસદન ખાતે જિલ્લા કલેક્ટર શ્રી એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષસ્થાને સમિક્ષા મીટિંગ યોજાઈ હતી.
જિલ્લા કલેક્ટર શ્રી એચ.કે.વઢવાણિયાના માર્ગદર્શન હેઠળ ટૂર લાઈઝન, મંદિર દર્શન, ટ્રાન્સપોર્ટેશન અને વાહન વ્યવસ્થા, સફાઈ વ્યવસ્થા, વીજ વ્યવસ્થા, પાર્કિંગ સ્થળની વ્યવસ્થા, આરોગ્યલક્ષી સેવાઓ સહિતની જરૂરી એવી તમામ આવશ્યક સેવાઓ અંગે માઇક્રોલેવલનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઉપરાંત અધિક કલેક્ટર શ્રી બી.વી.લિંબાસિયા એ સંબંધિત વિવિધ વિભાગના શીર્ષ અધિકારીઓને વ્યવસ્થા અને આયોજન વિશે માર્ગદર્શિત કર્યા હતાં અને આ મિટિંગમાં G20 ડેલિગેશનના સોમનાથ મંદિરે દર્શન અંગે સુચારૂ વ્યવસ્થા ગોઠવાય તે અંગે આયોજન હાથ ધરાયુ હતું.
આ મિટિંગમાં પ્રાંત અધિકારીશ્રી કે.વી.બાટી, જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી અરૂણ રૉય, કાર્યપાલક ઈજનેર શ્રી સુનિલભાઈ મકવાણા, નાયબ કલેક્ટર શ્રી જાની, શ્રી ભૂમિકા વાટલિયા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી વાજા, પુરવઠા અધિકારી શ્રી રાહુલ ગમારા, સોમનાથ ટ્રસ્ટ જનરલ મેનેજર શ્રી વિજયસિંહ ચાવડા સહિત સંબંધિત વિભાગના શીર્ષ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.