બિનવારસુ મુલ્લા મકાનમાં ચાલતા જુગાર ક્લબમાં દરોડો: અંદર બહારનો જુગાર રમતાં 19 શખ્સો ઝડપાયા
પંટરો-જુગાર કલબો ચલાવવા માટે દરરોજ અલગ અલગ સ્થળોએ જુગાર કલબ ચલાવી જુગાર રમાડી પોલીસથી બચી ડરતા રહે છે ત્યારે મવડી પ્લોટમાં બિનવારસુ ખુલ્લા મકાનમાં ચાલતો જુગાર કલબમાં એલસીબીની ટીમે દરોડો પાડી જુગાર રમતા 19 શખ્સોને રૂા.1.04 લાખના મુદામાલ સાથે દબોચી લીધો હતો. દરોડાની વિગત અનુસાર એલસીબી ઝોન-2ના પીએસઆઇ આર.એચ. ઝાલા ટીમ સાથે પેટ્રોલીંગમાં હતા ત્યારે સાથેના હેડ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ ઝાલા, જેન્તીગીરી ગોસ્વામી અને કોન્સ. મનીષ સોઢીયાને મળેલ ચોક્કસ બાતમીના આધારે મવડી પ્લોટ શેરી નં.4માં રેલવે ટ્રેકની સામે આવેલ
બિનવારસુ ખુલ્લા મકાનમાં ચાલતી જાુગાર-કલબમાં દરોડો પાડી જુગાર રમતો શ્રવન ઉર્ફે સરવન મકવાણા, રહે. લોહાનગર મવડી ફાટક પાસે, અલી રાજુ સાદીકોટ રહે. રામનાથપરા શેરી નં.4, સુરવિરસિંહ કિશોરસિંહ મકવાણા-ગુરુપ્રસાદ ચોક, મેલડીમાતાના મંદિર પાસે નવલનગર શેરી નં.2, કુશાલ કાંતિ અગ્રવાલ-રહે. હરસિધ્ધિ સોસાયટી શેરી નં.1, આજીડેમ ચોકડી પાસે, સુરેશ બચુ રાઠોડ-શિવ ટાઉનશીપ મવડી સ્મશાનની સામે, વીંગ-એ, બ્લોક નં.201, અશ્ર્વિન બાબુ મકવાણા-રહે. વૃંદાવન આવાસ યોજનાના કવાર્ટર નં. 8, સયાજી હોટલની સામે, અબ્દુલ કચરા પાયક-જંગલેશ્ર્વર શેરી નં.21, જે.કે. સિમેન્ટ સામે, કલ્પેશ રમેશ ગણાત્રા-રહે. બાબરીયા કોલોની શેરી નં.1, ત્રણ માળીયા કવાર્ટરની પાછળ,
અતુલ પ્રવિણભાઇ રાઠોડ-રહે. લક્ષ્મીનગર શેરીનં.2, છગન ડાયા ખેતરીયા-રહે. ગંજીવાડા શેરી નં.27, પ્રહલાદ રામજી યાદવ-રહે. શક્તિ સોસાયટી શેરી નં.1, મવડી ચોકડી પાસે, શબીર નુરમામદ કાદરી-રહે. ખોડીયારપરા શેરી નં.4, એસ.ટી. વર્કશોપની પાછળ, શૈલેષ નવીનચંદ્ર વિભાપર-રહે. ગોંડલ રોડ, માનસતા સોસાયટી બ્લોક નં.5, બાન લેબની બાજુમાં, રફીક ભીખુભાઇ મલેક-રહે. બજરંગવાડી શેરી નં.10, મનોજ ખીમજીભાઇ રાઠોડ-રહે. ત્રાજપર સોસાયટી-2, પિયુષ ધીરુભાઇ રાઠોડ-રહે. ગણેશનગર શેરી નં.4, જયેશ જગદીશભાઇ વ્યાસ-રહે. ગણેશનગર શેરી નં.1, ભરત કાંતિભાઇ અગ્રાવત-રહે. હરસિધ્ધિ સોસાયટી શેરી નં.1, અનુ. મોહનભાઇ રવજી મકવાણા-રહે.
માયાણીનગર કવાર્ટર બ્લોક નં.3નો રૂા.1.04 લાખના મુદામાલ સાથે દબોચી લીધો હતો. આરોપીઓને પોલીસ મથકે લાવતા જગ્યા પણ ટૂંકી પડી હતી.પોલીસે કલબનું સંચાલન કરતાં શ્રવન ઉર્ફે સરવનની પૂછપરછ કરતાં કલબ ઉદ્યોગનગર કોલોનીમાં રહેતા ઇમ્તીયાઝ સોરા ચલાવતો હતો. કલબમાં અંદર-બહારનો જુગાર રમાડાતો હતો અને તે તેનું સંચાલન કર્યાની કબુલાત આપી હતી. પોલીસે કલબ ચલાવતા ઇમ્તીયાઝની શોધખોળ આદરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.