આજે સિહોર શહેરના પોરાણીક ઇતિહાસ વિશે થોડું લખવું છે સિહોર એટલે સિંહપુર જ્યાં નવનાથ અને પંચપીર બિરાજમાન છે એવા છોટા કાશી કહેવામાં આવે છે
આજ સિહોર ના પૌરાણિક ઇતિહાસ વિશે થોડું લખવું છે,,, સિહોર એટલે સિંહપુર, જ્યાં નવનાથ અને પંચ પીર બિરાજમાન છે એવા છોટે કાશી સમાન સિહોર માં સ્વયંભૂ ગૌતમેશ્વર દાદા ગિરી કંદરા ની ગુફા માં બિરાજમાન છે,, અહીંયા ગૌતમ ઋષિ એ ઘણા વર્ષો ગિરી કંદરા માં ખળ ખળ વહેતા મધુર અવાજ માં ગૌતમી નદી ના નીર માં સ્નાન કરીને ગૌતમી કિનારે વર્ષો સુધી તપ કરેલ,,અહીંયા શ્રીરામે અહલ્યા ને પથ્થર માંથી પૂર્ણ સ્વરૂપ નારી નું પ્રાપ્ત કરાવેલ,,અહીંયા પુરા ભારત ભ્રમણ દરમિયાન આચાર્ય વલ્લભાધીશ મહાપ્રભુજી એ પણ સત્સંગ પરાયણ કરેલ,, આજ પણ ગિરી કંદરા પાસે મહાપ્રભુજી ના ચરણ રજ નું નાનું મંદિર આવેલું છે અહીંયા કાશી વિશ્વનાથ મંદિર થી જૂનાગઢ સુધી ગુફા ભોંયરું આવેલ છે,, પહેલા ઋષિમુનિઓ તે ભોંયરા મારફત આવતા અને જૂનાગઢ જતા,, અહીંયા ગૌતમેશ્વર કુંડ પણ આવેલો છે,,, પ્રકૃતિ ના સૌંદર્ય વચ્ચે અહીં વિશાલ પહાડો ની કોતર માં સિંહ વસવાટ કરતા,, આજે પણ ક્યારેક ક્યારેક,, વન્ય પશુ સિંહ, દીપડા લટાર મારતા જોવા મળે છે,, પ્રકૃતિ સોળે કળાયે વર્ષાઋતુ માં ખીલી ઉઠે છે,,, અહીંયા વર્ષો પહેલા નાનાસાહેબ,પેશ્વા એ તેનો કિંમતી ખજાનો પહાડો માં સંઘરેલો છે, અને કેટલાય વર્ષો ગુપ્તરીતે પસાર કરેલ,,, અહીંયા સિદ્ધરાજ જયસિંહે બ્રહ્મકુંડ નું નિર્માણ કરેલ,, જે આજે પણ અડીખમ છે,, આજરોજ લાખો શ્રધ્ધાળુ નવનાથ ના દર્શન કરવા પગપાળા આવે છે,,, અહીંયા ગૌતમેશ્વર મંદિરે પુરા શ્રાવણ માસ દરમિયાન પ્રભુ પ્રસાદ ચાલુ હરહર ના નાદ વચ્ચે ચાલુ રહે છે,, શ્રાવણ માસ ના આઠમ શ્રીકૃષ્ણ જન્મદિવસ નિમિતે ભવ્ય ભાતીગળ મેળો ભરાય છેજેમાં લાખો લોકો મેલા ની મોજ માં દર્શન કરવા ગામે ગામે થી માણસો આવતા હોય છેઃ,, ગૌતમેશ્વર મહાદેવ ના મંદિર ની બાજુમાં ગૌતમેશ્વર સરોવર નયન કુદરતી નજારો જોવા જેવો હોય છે,,, વર્તમાન નગર પાલિકા પ્રમુખ વિક્રમભાઈ નકુમ દ્વારા ગૌતમેશ્વર મંદિર તેમજ સરોવર ના વિકાસ માટે ભારે જહેમત ઉઠાવી,ને નયનરમ્ય,,સુવિધા પ્રાપ્ત કરાવેલ છે,,, રોડ, રસ્તા ના કામ પણ સારી રીતે કરેલ છે, અનેસિહોર ના વિકાસ માં,,ઉતરોતર વધારો કરેલ છે,,, કોઈપણ રીતે શ્રાવણ માસ દરિમયાન પ્રકૃતિ ના સૌંદય નો નિજાનંદ માણવા એકવાર જરૂર નેજરૂરપધારો,, અને કુદરતી સૌંદર્ય ની લહેજત માણો રીપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર મો 9925573970
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.