સુઈગામ મસાલી બ્રાન્ચ માઇનર કેનાલમાં ગાબડું પડતાં જીરાના વાવેતરનું ધોવાણ.
સૂઈગામ તાલુકાના મસાલી ગામની સીમમાં મસાલી બ્રાન્ચની માઈનોર કેનાલમાં રવિવારે વહેલી પરોઢે ગાબડું પડતા જીરાના વાવેતર કરેલા ખેતરમાં પાણી ભરાઇ ગયું હતું, માધપૂરા ગામના ખેડૂત જીલુભા જાડેજાના ખેતરમાં ગઇ કાલે જ જીરાનું વાવેતર કરવામાં આવ્યું હતું જેમાં આજે વહેલી સવારે કેનાલમાં ગાબડું પડતાં ખેતર વાવણી કરેલ જીરાનું વાવેતર તરબોળ કરી નાખ્યું હતું, ખેડૂતના જણાવ્યા અનુસાર માધપુરાની સીમમાં મસાલી બ્રાન્ચ માઈનોર કેનાલની સાફ-સફાઈ તેમજ કેનાલ ડેમેજ હોઈ તેની છેલા બે વર્ષથી રજૂઆત કરવા છતાં આજ સુધી જર્જરિત કેનાલ રીપેરીંગ કરવામાં ન આવતાં કરતા ખેતરમાં વાવણી કરેલ જીરાનો પાક ઉગે તે પહેલાંજ કેનાલમાં પડેલા ગાબડાના કારણે ધોવરાઈ ગયો હતો, મોંઘા ભાવનું બિયારણ અને ખાતર દવાઓ વગેરે લાવીને ખેતરમાં કરેલ ખર્ચ વેઠવાનો વારો આવતાં ખેડૂતને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો હતો.
જીતેન્દ્રસિંહ ઝાલા-બનાસકાંઠા
મો.૯૯૦૪૦૨૩૮૬૨
9925923862
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.