ધંધુકા પોલીસ સ્ટેશન દ્વારા ઈદ અને ગણેશ ઉત્સવના તહેવારોને ધ્યાને લઈ શાંતિ સમિતિની બેઠક યોજાઈ. - At This Time

ધંધુકા પોલીસ સ્ટેશન દ્વારા ઈદ અને ગણેશ ઉત્સવના તહેવારોને ધ્યાને લઈ શાંતિ સમિતિની બેઠક યોજાઈ.


ધંધુકા પોલીસ સ્ટેશન દ્વારા ઈદ અને ગણેશ ઉત્સવના તહેવારોને ધ્યાને લઈ શાંતિ સમિતિની બેઠક યોજાઈ.

ધંધુકા પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ પી.આઈ ના અધ્યક્ષતામાં ધંધુકા ના વેપારી અગ્રણી અને મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં ગણપતિ ઉત્સવ તથા ઈદ ના પવિત્ર તહેવારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુ અંગે ચર્ચા કરી અને પોલીસ ખાતા તરફથી સહકાર અને માર્ગદર્શન મળી રહે તે હેતુથી શાંતિ સમિતિની મીટીંગ નું આયોજન રાખવામાં આવ્યું હતું.

આગામી તા.૭ સપ્ટેમ્બર થી ૧૭ સપ્ટેમ્બર ગણેશ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે. ગણપતિ ની સ્થાપના બાદ ધાર્મિક રીતિ રીવાજ મુજબ પ્રસંગ વિત્યા બાદ આ પ્રતિમાઓનું પાણીમાં વિસર્જન કરવામાં આવશે. ત્યારે ગણપતિ આગમન તેમજ વિસર્જન માં ભારે સંખ્યા માં લોકો ની ઉપસ્થિત રહેશે ત્યારે તે દરમિયાન ડીજે સંચાલકો દ્વારા કોઈ ધર્મ ની લાગણી દુભાય કે વ્યવસ્થા માં ક્ષતી પહોંચે તેવા ગીતો ન વગાડવા પરંતુ ધાર્મિક ગીતો તહેવાર ને અનુરૂપ વગાડવા માટે જણાવ્યું હતું. તેમજ આગામી ગણેશોત્સવ દરમિયાન ધંધુકા તાલુકામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ તથા જાહેર સુલેહ શાંતિ અને સલામતીનો માહોલ જળવાઈ રહે તે માટે દરેક મંડળ તેમજ ડીજે સંચાલકો ને ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી.

રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.