મહેસાણાના વડનગર ખાતે સુપ્રસિદ્ધ તાનારીરી મહોત્સવ અંતર્ગત આયોજિત એવોર્ડ સમારંભમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
વડનગર ખાતે કલાકારોને તાનારીરી એવોર્ડથી સન્માનિત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ શાસ્ત્રીય સંગીતક્ષેત્રે વિદુષી પદ્મા તલવલકર અને પ્રદીપ્તા ગાંગુલીનું તાનારીરી એવોર્ડથી સન્માન*
મહેસાણાના વડનગર ખાતે સુપ્રસિદ્ધ તાનારીરી મહોત્સવ અંતર્ગત આયોજિત એવોર્ડ સમારંભમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
આજે યોજાયેલા એવોર્ડ સમારંભમાં રાજ્ય સરકાર દ્વારા શાસ્ત્રીય સંગીતક્ષેત્રની બે મહિલા પ્રતિભાઓ વિદુષી પદ્મા તલવલકર અને પ્રદીપ્તા ગાંગુલીનું તાનારીરી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તાનારીરી મહોત્સવમાં પોતાની કલા થકી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરવા આવેલા વાસળી વાદક શંશાંક સુબ્રમણ્યમ અને જાણીતા ગાયક પાર્થિવ ગોહિલનું પણ સન્માન કરવામાં આવ્યું હતુ.
આ પ્રસંગે યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના કમિશનર આલોક કુમાર પાંડેએ ઉપસ્થિત મહાનુભાવો અને કલાકારોના સ્વાગત પ્રવચનમાં જણાવ્યું કે આ મહોત્સવ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસિદ્ધિ પામ્યો છે. તાનારીરી મહોત્સવ સંસ્કૃતિ, સંગીત માટે સતત આગળ વધી રહ્યો છે. મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન થકી આ મહોત્સવનું ફલક દર વર્ષે વિસ્તૃત થઈ રહ્યું છે.
બંસરી વાદક શશાંક શુબ્ર મણયમે પોતાની કલાના કામણ થી બંસરી , તબલા અને વીણા દ્વારા લોકો ને ડોલાવી દીધા હતા
ભાવનગરના પાર્થિવ ગોહિલે ગુજરાતી લોક સંગીત દ્વારા મન ભાવન લોક ગીતો દ્વારા લોકો ને મંત્ર મુગ્ધ કર્યા હતા.
આ પ્રસંગે મુખ્યમંત્રીએ ઉપસ્થિત સહુ કલાસાધકો, કલારસીકો અને વડનગરવાસીઓને નૂતનવર્ષની શુભકામનાઓ પાઠવી હતી. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે “ગુજરાતના પનોતાપુત્ર અને સમગ્ર વિશ્વનું ગૌરવ એવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વતન વડનગરની આ ઐતિહાસિક ભૂમિમાં આવવાનો આનંદ જ અલગ હોય છે.
વધુ માં જણાવ્યું કે તાનારીરી જેવી મહાન કલાધારીણી બહેનોએ મલ્હાર રાગ ગાઈને પોતાના જ્ઞાન સામર્થ્યથી મેઘ વર્ષાવ્યો અને તાનસેનની દાહ શાંત પાડી હતી.
આ જ નગરના પનોતા પુત્ર વિશ્વનેતા અને યશશ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈએ વિકાસ માટેના આગવા સમર્પણથી દૂનિયાભરમાં ગુજરાતના વિકાસને રોલ મોડલ તરીકે પ્રસ્તુત કર્યું છે. તેમણે ગુજરાતને વેપાર ઉદ્યોગના વર્લ્ડમેપ પર ચમકાવવા વર્ષ 2003માં વાઈબ્રન્ટ સમિટ શરૂ કરાવવાની સાથે ગુજરાતની કલા, સંસ્કૃતિ, સંગીતની પ્રાચીન વિરાસતને દેશ દૂનિયામાં ઉજાગર કરવા વર્ષ 2003થી તાનારીરી મહોત્સવ પણ શરૂ કરાવ્યો હતો. ‘વિકાસ ભી, વિરાસત ભી’ના મંત્રના બીજ આ ભૂમિમાં રોપાયા છે તેનું આપણને ગૌરવ છે.”
“તાના અને રીરીએ આ વડનગરની ભૂમિમાં સંગીતની આરાધનાથી રાગ રાગીણીઓની વિરાસત દૂનિયાને આપી હતી. આ વિરાસતના સંવર્ધનનું કામ વડનગરની ધરાના જ સપુત એવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કર્યુ. વડનગરમાં પ્રાચીન તોરણ સહિત સાંસ્કૃતિક ધરોહરનો પ્રાચીન ઈતિહાસ છે. સંગીત, કલા, ગાયન, વાદન, નૃત્યકલાના પ્રચાર પ્રસાર માટે સુવિખ્યાત વડનગર હવે વડાપ્રધાનના આગવા દિશા દર્શનને પરિણામે શિક્ષણ, આરોગ્ય, પ્રવાસન અને પરિવહનના વિકાસના રાહે આગળ વધી રહ્યું છે.”
મુખ્યમંત્રીએ જણાવ્યું કે “વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તેમનું પ્રાથમિક શિક્ષણ જે શાળામાં લીધું તેને પ્રેરણા સ્કૂલ તરીકે સરકાર ડેવલપ કરી રહી છે. આધુનિક સુવિધાઓ અને શિક્ષણ પદ્ધતિ દ્વારા પ્રેરણા સ્કૂલ દેશની મોડલ અને આઈકોનિક સ્કૂલ બનવાની છે. આદરણીય વડાપ્રધાને ગુજરાતમાં એવી સંસ્કૃતિ વિકસાવી છે કે કલા, સાહિત્ય, સંસ્કૃતિ, સંગીતની વિરાસત રાજ્ય આશ્રિત નહીં પણ રાજ્ય પુરસ્કૃત હોય. રાજ્ય સરકાર આવા ક્ષેત્રોને પુરસ્કૃત કરીને પ્રોત્સાહન આપીને પ્રવૃત્તિનું જતન સંવર્ધન માવજતનું દાયિત્વ નિભાવી રહી છે.”
આ પ્રસંગે પ્રવાસન,સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ,વન અને પર્યાવરણ , ક્લાઇમેન્ટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, સોમાભાઈ મોદી, ધારાસભ્ય બાબુભાઈ પટેલ, જીલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલ, અગ્ર મુખ્ય સલાહકાર હસમુખભાઈ અઢીયા, અધિક મુખ્ય સચિવ મનોજદાસ, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના અગ્ર સચિવ અશ્વિની કુમાર, જિલ્લા કલેક્ટર એમ. નાગરાજન સહિત સર્વ પદાધિકારીઓ અને કલારસીકો તેમજ સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા..
રિપોર્ટ -: જીગર પટેલ વડનગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.