સાબરકાંઠા જીલ્લાના-: નેત્રમ શાખા (કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર) ધ્વારા હિંમતનગર શહેર વિસ્તારમાં સી.સી.ટી.વી.કેમેરાના આધારે સોનાનુ બ્રેસલેટ શોધવામાં સફળતા સાંપડેલ છે…….
સાબરકાંઠામાં-:
પોલીસ અધિક્ષક સાબરકાઠાં વિજયકુમાર પટેલનાઓએ સાબરકાઠાં જીલ્લામાં ચોરીઓના ગુન્હાઓ શોધી કાઢવા તેમજ આરોપીઓને પકડવા સારુ સુચના આપેલ હોય..
જે સંદર્ભ હિંમતનગર મુખ્ય મથક હિંમતનગર સાબરકાઠાં નાયબ પોલીસ અધિક્ષક પાયલ એચ.સોમેશ્વરના માર્ગદર્શન હેઠળ નેત્રમ કમાંડ કંટ્રોલ પોલિસ સબ ઇન્સ્પેક્ટર રાજેશ.કે.રાવતનાઓના સુપરવિઝન હેઠળ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ કનકસિંહ દિલિપસિંહ,વિશ્વપાલસિંહ વિક્રમસિંહ નેત્રમ કમાન્ડ કંટ્રોલ સાબરકાઠાં ટીમ દ્વારા હિંમતનગર શહેરમાં લગાવેલ સી.સી.ટી.વી.કેમેરા દ્વારા મોનીટરીંગ કરતા..
આજરોજ હિંમતનગર એ.ડિવીઝન પો.સ્ટે અરજી આવક નંબર ૩૯૦૨/૨૩ તા-૩૧/૧૨/૨૦૨૩ ના આધારે અત્રેના નેત્રમ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ ખાતે સોનાનું બ્રેસલેટ ગુમ થવા બાબતે અરજદાર પ્રિયાંક કુમાર અમ્રુતભાઈ પટેલ રહે.યશસ્વી બંગ્લો હિંમતનગર જી-સાબરકાંઠા નાઓ આવતા તેઓના જણાવ્યા મુજબ સવારના ૧૧:૦૦ વાગ્યાની આસપાસ યશસ્વી બંગ્લોની આસપાસ ગાડીમાંથી ઉતરતા બ્રેસલેટ પડી ગયેલ જે બ્રેસલેટ એક એક્ટીવા ચાલકે રસ્તા પરથી ઉપાડી મૂળ માલીકને પાછો આપવાના હેતુથી પોતાની પાસે રાખેલ અરજદારને બ્રેસલેટ ન મળતા તે બાબતે અરજદારના જણાવ્યા અનુસાર અત્રેના નેત્રમના હિંમતનગર રિલાયંસ લોકેશનના ડિટેક્શન ટીમ દ્વારા સી.સી.ટી.વી.ફૂટેજ ચેક કરતા એક એક્ટીવા ચાલક જેનો આર.ટી.ઓ રજીસ્ટર નં-જી.જે.09 ડી.એલ.૯૬૨૩ નો જણાઈ આવેલ..
તેમજ આઇ.સી.એમ.એસ પાર્ટલમાંથી આર.ટી.ઓ રજી.નં ચેક કરી મોબાઇલ નંબર મેળવી ફોન કરી એકટીવા ચાલકને અત્રેના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર ખાતે બોલાવતા એક્ટીવા ચાલકે બ્રેસલેટ મુળ અરજદારને પરત આપેલ..
જે વિશ્વાસ નેત્રમ પ્રોજેક્ટમાં લગાવેલ સી.સી.ટી.વી.કેમેરા ધ્વારા બ્રેસલેટ શોધવામા સફળતા મેળવી જે બ્રેસલેટ મૂળ માલીકને પરત કરતા મદદરૂપ થયેલ.આમ,સાબરકાંઠા જીલ્લાના નેત્રમ શાખા (કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર) ધ્વારા હિંમતનગર શહેર વિસ્તારમાં સી.સી.ટી.વી.કેમેરાના આધારે સોનાનું બ્રેસલેટ (કિંમત-૫ લાખ) શોધવામાં સફળતા સાંપડેલ છે.
રિપોર્ટર-:
શાહબુદ્દીન શિરોયા
સાથે
આબીદઅલી ભૂરા
સાબરકાંઠા....
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.