ઇડર પો.સ્ટે. વિસ્તારમાં કાનપુર ગામેથી જુગાર રમતાં કુલ - ૧૨ ઇસમોને પકડી કુલ્લે કિ.રૂ. ૨૪,૦૪, ૧૨૦/- નો મુદ્દામાલ કબ્જે કરતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ સાબરકાંઠા - At This Time

ઇડર પો.સ્ટે. વિસ્તારમાં કાનપુર ગામેથી જુગાર રમતાં કુલ – ૧૨ ઇસમોને પકડી કુલ્લે કિ.રૂ. ૨૪,૦૪, ૧૨૦/- નો મુદ્દામાલ કબ્જે કરતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ સાબરકાંઠા


(રિપોર્ટર:ઝાકીર હુસેન મેમણ)

ઇડર પો.સ્ટે. વિસ્તારમાં કાનપુર ગામેથી જુગાર રમતાં કુલ - ૧૨ ઇસમોને પકડી કુલ્લે કિ.રૂ. ૨૪,૦૪, ૧૨૦/- નો મુદ્દામાલ કબ્જે કરતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ સાબરકાંઠા

નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ, ગાંધીનગર વિભાગ, ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી વિજય પટેલ, સાહેબ સાબરકાંઠા નાઓ દ્વારા જીલ્લામાં પ્રોહિબિશન/જુગારની પ્રવૃત્તિને સંપૂર્ણપણે નેસ્તનાબુદ કરી નાખવા માટે ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ હોય જે આધારે પો.ઈન્સ. શ્રી એસ.એન.કરંગીયા એલ.સી.બી. નાઓના માર્ગદર્શન અનુસાર પો.સ.ઈ. શ્રી ડી.સી.પરમાર તથા એલ.સી.બી. સ્ટાફની ટીમ બનાવેલ.

તા.૦૨/૦૭/૨૦૨૪ ના રોજ પો.સ.ઈ. શ્રી ડી.સી.પરમાર નાઓને ખાનગી રહે બાતમી મળેલ કે, “વિજયસિંહ સોનસિંહ ચૌહાણ રહે.કાનપુર પોસ્ટ ઓફિસ પાસે પટેલ ફળી તા.ઇડર જી.સાબરકાંઠાનો તેના પોતાના રહેણાંક મકાનમાં તીન પત્તીનો હાર-જીતનો જુગાર પૈસાની લગાઈ લઇ કેટલાંક માણસોને બહારથી બોલાવી નાળ કાઢી તીનપત્તીનો પૈસાની હારજીતનો જુગાર રમી રમાડે છે અને પોલીસ આવી ન જાય તે માટે બે માણસો રાખી ઘરની આજુબાજુ વોચ રખાવે છે." જે બાતમી હકીકત આધારે બાતમી મુજબની જગ્યાએ જઈ રેઈડ કરતાં મકાનની અંદર કેટલાક ઇસમો ગોળ કુંડાળુ વળી ગંજીપાના પત્તા પાનાનો જુગાર રમતાં હોઇ સદર ઇસમોને પકડી નામઠામ પુછતાં (૧) વિજયસિંહ સોનસિંહ સુમેરસિંહ ચૌહાણ રહે.પોસ્ટ ઓફિસ પાસે પટેલ ફળી કાનપુર તા.ઇડર જી.સાબરકાંઠા (૨) ધર્મેન્દ્રસિંહ વિજયસિંહ ચૌહાણ રહે.પોસ્ટ ઓફિસ પાસે પટેલ ફળી કાનપુર તા.ઇડર જી.સાબરકાંઠા (૩) માનવેન્દ્રસિંહ હઠીસિંહ ભાટી હાલ રહે.મકાન નં.એફ/૧૦૨ અત્રી એલીગન્સ નાના ચિલોડા અમદાવાદ મુળ રહે.બામણવાડ તા.મોડાસા જી.અરવલ્લી (૪) કિરણજી સુરસંગજી સોલંકી રહે.રામનગર ખેતરમાં ડભોડા તા.જી.ગાંધીનગર (૫) આકાશ ખોડાજી ઠાકોર રહે.ઠાકોરવાસ રણાસણ તા.જી.ગાંધીનગર (૬) ગોવિંદજી ઉર્ફે ટીનો વજાજી સોલંકી રહે.હનુમાનજી મંદિર પાસે ડભોડા તા.જી.ગાંધીનગર (૭) બળવંતકુમાર લક્ષ્મણજી સોલંકી રહે.અંદરજીનો વાસ ડભોડા તા.જી.ગાંધીનગર (૮) રોહિતકુમાર આતાજી ઠાકોર રહે.ગોડવંટા પો.વલાદ તા.જી.ગાંધીનગર (૯) ગુલાબજી ઉમેદજી ઠાકોર રહે.રતનપુર ગામ ગીફ્ટ સીટીની બાજુમાં તા.જી.ગાંધીનગર (૧૦) ભીખાભાઈ ઇષ્વરભાઈ ઠાકોર રહે.મુઠીયા ગામ મહાદેવવાસ નરોડા તા.અસારવા અમદાવાદ (૧૧) કેશાજી શંકાજી મકવાણા રહે.વજાપુર પો.મેંદરા તા.જી.ગાંધીનગર (૧૨) ભુપતસિંહ કેશાજી ઠાકોર રહે.રામનગર ફળીયું ડભોડા તા.જી.ગાંધીનગરનો હોવાનું જણાવતાં સદર ઇસમોની અંગ ઝડતી કરતાં સદર ઇસમ પાસેથી અંગ ઝડતી તથા દાવના નાણાં કુલ રોકડ રૂ. ૪,૦૭,૮૬૦/- તથા મોબાઈલ ફોન નંગ - ૦૭ કિ.રૂ. ૯૬,૦૦૦/- તથા ગંજીપાનાની કેટ નંગ- ૧૬ કિ.રૂ. ૧૬૦/- તથા ગંજીપાના છુટા નંગ - પ૨ કિ.રૂ. ૦૦/- તથા મોટો રૂમાલ નંગ - ૧ કિ.રૂ. ૧૦૦/- તથા લાઇટ બીલ - ૧ કિ.રૂ. ૦૦/- તથા તેમજ ફોર વ્હીલ વાહનની ત્રણ ચાવીઓ મળી આવેલ હોય જે બાબતે આરોપી વિજયસિંહ સોનસિંહ સુમેરસિંહ ચૌહાણ નાઓને પુછતાં જણાવેલ કે, “મારા ઘરની બહારની બાજુ મારી બે ગાડીઓ છે આ ગાડીઓ બહારથી જુગાર રમવા આવતાં માણસોને રોડ ઉપરથી પોતાના ઘર સુધી લાવવા-મુકવા માટે ઉપયોગ કરુ છુ.” જે ગાડીઓમાં (૧) એક કાળા કલરની મહિન્દ્રા કંપનીની સ્કોર્પીયો કલાસીસ S11 ગાડી જેની કિ.રૂ.૧૦,૦૦,૦૦૦/- (૨) એક સીલ્વર કલરની હુન્ડાઈ કંપનીની વર્ના ગાડી જેની કિ.રૂ.૪,૦૦,૦૦૦/- તથા આરોપી કેશાજી શંકાજી મકવાણા નાઓની ગ્રાન્ડ વીટારા ગાડી હોવાનું જણાવેલ હોય જે ગાડી પોતે તથા બીજા પકડાયેલ માણસો જુગાર રમવા લઇ આવેલ હોવાનું જણાવેલ હોય જેથી જે ગાડીની કિ.રૂ.૭,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ. ૨૬,૦૪,૧૨૦/- નો મુદ્દામાલ મળી આવતાં સદર ઉપરોક્ત આરોપીઓ વિરૂધ્ધ ઇડર પો.સ્ટે. ખાતે ઘી ગુજરાત જુગાર ધારા ક. ૪, ૫ મુજબનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.
પકડાયેલ મુદ્દામાલ :-
• અંગ ઝડતી તથા દાવના નાણાં રોકડ રકમ રૂ. ૪,૦૭,૮૬૦/-
• મોબાઈલ ફોન નંગ - ૦૭ કિ.રૂ. ૯૬,૦૦૦/-
• ગંજીપાનાની કેટ નંગ - ૧૬ કિ.રૂ. ૧૬૦/-
• ગંજીપાના છુટા નંગ - પ૨ કિ.રૂ. ૦૦/-
મોટો રૂમાલ નંગ - ૧ કિ.રૂ. ૧૦૦/-
• લાઇટ બીલ - ૧ કિ.રૂ.૦૦/-
• ત્રણ ફોર વ્હીલ વાહન કિ.રૂ. ૨૧,૦૦,૦૦૦/-
• કુલ મુદ્દામાલ કિ.રૂ. ૨૬,૦૪,૧૨૦/-
પકડાયેલ આરોપીઓ
(૧) વિજયસિંહ સોનસિંહ સુમેરસિંહ ચૌહાણ ઉ.વ.૪૭ રહે.પોસ્ટ ઓફિસ પાસે પટેલ ફળી કાનપુર તા.ઇડર જી.સાબરકાંઠા (મુખ્ય આરોપી જુગાર રમાડનાર)
(૨) ધર્મેન્દ્રસિંહ વિજયસિંહ ચૌહાણ ઉ.વ.૨૭ રહે. પોસ્ટ ઓફિસ પાસે પટેલ ફળી કાનપુર તા.ઇડર જી.સાબરકાંઠા (દેખરેખ રાખનાર)
(૩) માનવેન્દ્રસિંહ હઠીસિંહ ભાટી ઉ.વ.૨૯ હાલ રહે.મકાન નં.એફ/૧૦૨ અત્રી એલીગન્સ નાના ચિલોડા અમદાવાદ મુળ રહે.બામણવાડ તા.મોડાસા જી.અરવલ્લી (દેખરેખ રાખનાર)
(૪) કિરણજી સુરસંગજી સોલંકી ઉ.વ.૩૦ રહે.રામનગર ખેતરમાં ડભોડા તા.જી.ગાંધીનગર
(૫) આકાશ ખોડાજી ઠાકોર ઉ.વ.૨૩ રહે.ઠાકોરવાસ રણાસણ તા.જી.ગાંધીનગર
(૬) ગોવિંદજી ઉર્ફે ટીનો વજાજી સોલંકી ઉ.વ.૪૬ રહે.હનુમાનજી મંદિર પાસે ડભોડા તા.જી.ગાંધીનગર
(૭) બળવંતકુમાર લક્ષ્મણજી સોલંકી ઉ.વ.૩૫ રહે.અંદરજીનો વાસ ડભોડા તા.જી.ગાંધીનગર
(૮) રોહિતકુમાર આતાજી ઠાકોર ઉ.વ.૨૬ રહે.ગોડવંટા પો.વલાદ તા.જી.ગાંધીનગર
(૯) ગુલાબજી ઉમેદજી ઠાકોર ઉ.વ.૨૮ રહે.રતનપુર ગામ ગીફ્ટ સીટીની બાજુમાં તા.જી.ગાંધીનગર
(૧૦) ભીખાભાઈ ઈષ્વરભાઈ ઠાકોર ઉ.વ.૩૭ રહે.મુઠીયા ગામ મહાદેવવાસ નરોડા તા.અસારવા અમદાવાદ
(૧૧) કેશાજી શંકાજી મકવાણા ઉ.વ.૪૦ રહે.વજાપુર પો.મેંદરા તા.જી.ગાંધીનગર
(૧૨) ભુપતસિંહ કેશાજી ઠાકોર ઉ.વ.૫૮ રહે.રામનગર ફળીયું ડભોડા તા.જી.ગાંધીનગર
કામગીરી કરનાર અધિકારી શ્રી તથા કર્મચારી
પો.ઇન્સ. શ્રી એસ.એન. કરંગીયા
એ.એસ.આઇ. બ્રિજેશકુમાર
હે.કો. કલ્પેશકુમાર
પો.કો. નિરીલકુમાર
પો.સ.ઈ. શ્રી ડી.સી.પરમાર
એ.એસ.આઈ. હિમાંશુરાજ
હે.કો. મહેન્દ્રકુમાર
પો.કો. દર્શનકુમાર
એ.એસ.આઈ. દેવુસિંહ
હે.કો. નરસિંહભાઇ
પો.કો. હિમાંશુ
ડ્રા.પો.કો. જતીનકુમાર
એ.એસ.આઈ.જુલીયેટકુમાર
હે.કો. વિનોદભાઇ
ડ્રા.પો.કો. નરેન્દ્રસિંહ
પો.કો. પ્રહર્ષકુમાર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.