એસટીમાં કટકી કરતા 3 કંડકટર, 28 ખુદાબક્ષો ટિકીટ વિના મુસાફરી કરતા ઝડપાયા
રાજકોટ એસ.ટી.વિભાગની લાઈન ચેકીંગ સ્કવોડ દ્વારા ગત માસ દરમ્યાન પણ હાઈવે ઉપર વિવિધ રૂટોની બસોમાં ગેરરીતિ સબબ ચેકીંગ હાથ ધરવામાં આવેલ હતું.અને આ ચેકીંગ દરમ્યાન કટકી કરતા કંડક્ટરો અને મફત મુસાફરી કરતા ખુદાબક્ષોને ઝડપી લઈ દંડાત્મક કાર્યવાહી હાથ ધરી હતી.આ અંગેની એસ.ટી.વિભાગનાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વધુ વિગતો મુજબ ગત માસ દરમ્યાન લાઈન ચેકીંગ સ્કવોડે કુલ 2,172 બસો ચેક કરી હતી જે પૈકી ત્રણ રૂટોની બસોમાંથી કટકી કરતા 3 કંડકટરોને ઝડપી લેવાયા હતાં. આ કંડકટરોએ મુસાફરો પાસેથી પૈસા લઈ અને ટિકિટ નહી આપ્યાનું બહાર આવેલ હતું. જયારે અન્ય જુદા-જુદા રૂટોની બસોમાંથી કુલ-28 મુસાફરોને મફતમાં મુસાફરી કરતા ઝડપી લઈ કુલ રૂ.1,177ના દંડની વસૂલાત કરાઈ હતી. જયારે લાઈન ચેકીંગ ટીમે રૂટ બોર્ડ, યુનિફોર્મ સહિતના અન્ય 47 કેસો પણ કર્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.