રાજકોટ ગેરકાયદેસર દેશી બનાવટની પીસ્ટલ સાથે ઇસમોને પકડી પાડતી ગાંધીગ્રામ-૨ પોલીસ. - At This Time

રાજકોટ ગેરકાયદેસર દેશી બનાવટની પીસ્ટલ સાથે ઇસમોને પકડી પાડતી ગાંધીગ્રામ-૨ પોલીસ.


રાજકોટ શહેર તા.૧૧/૧/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાંથી અસામાજીક પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ થાય તથા આમ જનતાને શાંતિ સલામતીનો અહેસાસ થાય તે હેતુથી ગેરકાયદેસર પ્રવૃતિ અટકાવવા સુચના કરેલ હોય, જેથી P.I એચ.એન.પટેલ ના માર્ગદર્શન મુજબ ડી-સ્ટાફ વી.જી.ડોડીયા તથા કર્મચારીઓ નાઓ પ્રયત્નશીલ હોય જે દરમ્યાન ડી-સ્ટાફના કર્મચારીઓ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન ક્રિપાલસિંહ ઝાલા, ગોપાલસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા નાઓને ખાનગીરાહે હકિકત મળેલ કે, નવા બનતા ફનબ્લાસ્ટ ગેમઝોન ની પાછળના ભાગે અવાવરૂ રોડ ઉપર નીચે જણાવેલ આરોપીને પીસ્ટલ સાથે ઝડપી પાડી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે. (૧) આશીષકુમાર બીરેન્દ્ર પ્રસાદ રહે,ખોડીયારનગર શેરીનં.૧૦ પુનિતનગર ટાંકા પાસે ૧૫૦ ફુટ રીંગ રોડ રાજકોટ મુળ.ગામ જ્ઞાનપુર, થાના-કોઇલવર તા.જી.ભોજપુર બિહાર (૨) નથુનકુમાર ઉર્ફે રીતેશ શિવજનમ પ્રસાદ રહે.ખોડીયારનગર શેરીનં.૧૦ પુનિતનગર ટાંકા પાસે ૧૫૦ ફુટ રીંગ રોડ રાજકોટ મુળ.ગામ જ્ઞાનપુર, થાના-કોઇલવર તા.જી.ભોજપુર બિહાર. ગેરકાયદેસર દેશી હાથ બનાવટ ની પિસ્ટલ કિં.૨૦,૦૦૦ રાજકોટ શહેર ગાંધીગ્રામ-૨ (યુનિ.) પો.સ્ટે. આર્મ્સ એક્ટ કલમ-૨૫ (૧-b)(a) તથા BNS કલમ-૨૨૩ તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫ મુજબ નો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.