લામધાર ખાતે દેસર કન્યાશાળાની વિદ્યાર્થીનીઓએ પ્રાકૃતિક કૃષિની જાણકારી આપતું પ્રદર્શન રજૂ કર્યું
લામધાર ખાતે દેસર કન્યાશાળાની વિદ્યાર્થીનીઓએ
પ્રાકૃતિક કૃષિની જાણકારી આપતું પ્રદર્શન રજૂ કર્યું
-------------
ગીર સોમનાથ, તા.૧૯: જિલ્લામાં શ્રી લામધાર પ્રાથમિક શાળા ખાતે ઉના તાલુકાના ૧ થી ૩ ક્લસ્ટરમાં સમાવેશ થતી પેટા શાળાઓનું ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું હતું તેમાં મોટા દેસર કન્યા શાળા વિદ્યાર્થીનીઓએ ગાય આધારીત પ્રાકૃતિક કૃષિ વિષય પર પ્રદર્શન રજૂ કર્યું હતું.
આ ક્લસ્ટર કક્ષાનાં પ્રદર્શનમાં દેસર કન્યા શાળાની વિદ્યાર્થીનીઓએ પ્રાકૃતિક કૃષિ વિશે તથા ફાયદાઓ અને પ્રાકૃતિક કૃષિમાં વિવિધ જંતુનાશક તેમજ ફૂગનાશક રોગોને નિયંત્રણ કરવા માટેની વિવિધ પદ્ધતિઓનું ઉપયોગ બનાવટ અને જરુરીયાત વિશેની પ્રદર્શન દ્વારા સંપૂર્ણ માહિતી પ્રદર્શન દ્વારા આપી હતી.
ઉલ્લેખનીય છેકે, લોકોના સારા સ્વાસ્થ્ય માટે ગાય આધારીત પ્રાકૃતિક ખેતી દ્વારા રસાયણમુક્ત અન્ન ઉત્પાદનની એ આજનાં સમયની માંગ છે. ગીર સોમનાથના ખેડૂતો પણ દિવસેને દિવસે પાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે. ઉના તાલુકાના ૧ થી ૩ ક્લસ્ટરમાં સમાવેશ થતી પેટા શાળાઓનું ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનમાં ગાય આધારીત પ્રાકૃતિક કૃષિ વિષય પરનુ પ્રદર્શન આવનારી પેઢીને પ્રાકૃતિક કૃષિ કરવા માટે ઉપયોગી સાબીત થશે.
૦૦ ૦૦૦ ૦૦ ૦૦૦
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.