બજરંગવાડીનો નામચીન પેડલર રૂપિયા 1.95 લાખના એમ.ડી. ડ્રગ્સ સાથે ઝડપાયો - At This Time

બજરંગવાડીનો નામચીન પેડલર રૂપિયા 1.95 લાખના એમ.ડી. ડ્રગ્સ સાથે ઝડપાયો


ફ્રૂટ-કાપડનો ધંધાર્થી છેલ્લા ત્રણેક વર્ષથી નશાની કુટેવનો ખર્ચ કાઢવા વેચતો હતો

શહેરમાં માદક પદાર્થની હેરાફેરી અટકાવા પોલીસના પેટ્રોલિંગ દરમિયાન જામનગર રોડ પર નવી કોર્ટ પાસેના રોડ પર બજરંગવાડીનો નામચીન પેડલર ડ્રગ્સની હેરાફેરી કરતો હોવાની માહિતીને આધારે એસઓજીની ટીમે વોચ ગોઠવી નામચીન પેડલરને રૂ.1.95 લાખની કિંમતના 19.52 ગ્રામ મેફેડ્રોન (ડ્રગ્સ)સાથે ઝડપી લઇ તેની પૂછતાછમાં તેને ત્રણેક વર્ષથી નશાની કુટેવ હોય અમદાવાદથી લાવી પડીકી બનાવી વેચતો હોવાનું રટણ કરતા યુનિ.પોલીસે રિમાન્ડની માંગ સાથે કાર્ટ હવાલે કરતા કોર્ટે આરોપીને જેલહવાલે કરવાનો હુકમ કર્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.