રાજસ્થાનથી ગુજરાતમાં ભારતીય બનાવટના ઇગ્લીશ દારૂની મોટા વાહનોમાં ચોરીછુપીથી સંતાડી હેરાફેરી કરતી ટ્રક ગાડીમાંથી દારૂ વિગેરે મળી કુલ કિં.રૂ.૪૬,૫૦,૪૫૦/- નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા - At This Time

રાજસ્થાનથી ગુજરાતમાં ભારતીય બનાવટના ઇગ્લીશ દારૂની મોટા વાહનોમાં ચોરીછુપીથી સંતાડી હેરાફેરી કરતી ટ્રક ગાડીમાંથી દારૂ વિગેરે મળી કુલ કિં.રૂ.૪૬,૫૦,૪૫૦/- નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા


રાજસ્થાનથી ગુજરાતમાં ભારતીય બનાવટના ઇગ્લીશ દારૂની મોટા વાહનોમાં ચોરીછુપીથી સંતાડી હેરાફેરી કરતી ટ્રક ગાડીમાંથી દારૂ વિગેરે મળી કુલ કિં.રૂ.૪૬,૫૦,૪૫૦/- નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા

નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી વિજય પટેલ સાહેબ, સાબરકાંઠા નાઓએ રાજસ્થાન બોર્ડરથી સાબરકાંઠા જીલ્લામાં થઇ દારૂની ગેરકાયદેસર હેરાફેરી કરતા ઇસમોની પ્રવૃતિ અટકાવી અસરકારક કામગીરી કરવા કરેલ સુચના આધારે ઇન્ચાર્જ પો.ઇન્સ.શ્રી એ.જી.રાઠોડ, એલ.સી.બી. નાઓના સતત માર્ગદર્શન તથા તેઓની રાહબરી હેઠળ આવા ગુન્હાઓ શોધી કાઢવા એલ.સી.બી.સ્ટાફના શ્રી એલ.પી.રાણા, પો.સ.ઇ. એલ.સી.બી. તથા અ.હે.કો. અમરતભાઇ તથા અ.પો.કો. વિક્રમસિંહ તથા પ્રવિણસિંહ તથા ડ્રા.પો.કો. ગીરીશભાઇ વિગેરે સ્ટાફના માણસોની ટીમ બનાવેલ.

ઉપરોક્ત ટીમના માણસો આજરોજ તા.૨૭/૦૭/૨૦૨૪ના પ્રાંતિજ પો.સ્ટે. વિસ્તારમાં પ્રોહી. પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સલાલ નજીક આવતાં ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે. “ એક ટાટા કંપનીનો બંધબોડીનો ટ્રક નંબર- RJ-14-GN-6843 નો ચાલક રાજસ્થાનથી પોતાના કબજાની ટ્રકમાં વૉશીગ મશીનની આડમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી અમદાવાદ તરફ જઇ રહેલ છે જે ટ્રક હાલમાં કાટવાડ પાટીયા નજીક આવેલ આગમન હોટલ આગળ રોડની સાઇડમાં ઉભેલ છે." જે બાતમી હકીકત આધારે આગમન હોટલ આગળ આવતાં રોડની સાઇડમાં બાતમી હકીકત વાળી ટાટા કંપનીની ૧૬૧૫ ટ્રક નંબર- RJ-14-GN-6843 ઉભેલ હોય કેબીનમાં જોતાં ટ્રકનો ચાલક હાજર ન હોય જેથી ટ્રક ચાલકની હોટલ ઉપર તેમજ આજુ-બાજુમાં તપાસ કરતાં મળી આવેલ નહી તેમજ ટ્રકમાં ચેક કરતાં વૉશીંગ મશીનના ખોખાઓની વચ્ચેના ભાગમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટીઓ ભરેલ જે દારૂની પેટીઓ નંગ-૪૦૦ તથા છુટી બોટલ નંગ-૧૧ મળી કુલ બોટલ નંગ-૭૬૯૧ કિ.રૂ.૩૧,૦૭,૮૫૦/- તથા વૉશીંગ મશીનના બોક્સ નંગ-૧૨૦ કિ.રૂ.૫,૩૭,૬૦૦/- તથા ટ્રક નંબર-RJ-14-GN-6843 ના આર.ટી.ઓ.ને લગતા કાગળો તથા બીલની ફાઇલ કિ.રૂ.૦૦/- તથા મોબાઇલ નંગ-૧ કિ.રૂ.૫૦૦0/- તથા ટ્રક નંબર-RJ-14-GN-6843 કિંમત રૂ.૧૦,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૪૬.૫૦,૪૫૦/- નો મુદ્દામાલ મળી આવતાં તપાસ અર્થે કબ્જે કરી ટ્રકના
ચાલક વિરૂધ્ધ પ્રાંતિજ પોલીસ સ્ટેશન સી પાર્ટ ગુ.ર.નં.૧૧૨૦૯૦૪૧૨૪૦૬૭૧/૨૦૨૪ ધી ગુજરાત પ્રોહિ એકટ ક.૬૫-એઇ મુજબનો પ્રોહી. ગણનાપાત્ર કેસ કરવામાં આવેલ છે.

પકડાયેલ મુદ્દામાલ :-

અ.નં.

વિગત

કિંમત

દારૂની બોટલ નંગ- ૭૬૯૧

३.३१,०७,८५०/-

વૉશીંગ મશીનના બોક્સ નંગ-૧૨૦

३. ५,३७,५०० /-

3

ટ્રકના કાગળો તથા બીલની ફાઇલ

३.००-००/-

મોબાઇલ નંગ.-૧

३.५,०००/-

३.१०,००,०००/-

કુલ-

રૂ. ૪૬,૫૦,૪૫૦/-

પકડવાના બાકી આરોપીઓ/વોન્ટેડ

(૧) ટાટા કંપનીની ૧૬૧૫ ટ્રક નંબર-RJ-14-GN-6843 નો ચાલક ઇસમ નામ ઠામ જણાઇ આવેલ નથી. તથા તપાસમાં મળી આવે તે વિગેરે

(એ.જી.રાઠોડ) I/C પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા
રિપોર્ટર:ઝાકીર હુસેન મેમણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.