ભરૂચ જિલ્લાના ગામોમાંથી પાર્ક કરેલ ટ્રાવેલ્સ માંથી રાત્રિના સમયે બેટરીની ચોરી કરનાર 2 શખ્સને ઝડપી પાડતી એલ.સી.બી. પોલીસ - At This Time

ભરૂચ જિલ્લાના ગામોમાંથી પાર્ક કરેલ ટ્રાવેલ્સ માંથી રાત્રિના સમયે બેટરીની ચોરી કરનાર 2 શખ્સને ઝડપી પાડતી એલ.સી.બી. પોલીસ


ભરૂચ જિલ્લાના ગામોમાંથી પાર્ક કરેલ ટ્રાવેલ્સ માંથી રાત્રિના સમયે બેટરીની ચોરી કરનાર 2 શખ્સને ઝડપી પાડતી એલ.સી.બી. પોલીસ

ભરૂચ જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ ને અટકાવવા માટે પોલીસ અધિક્ષક ભરૂચના મયુર ચાવડા એ એલસીબી પોલીસને સુચના આપવામાં આવેલ હોય આથી લોકલ ક્રાઈમ બ્રાન્ચની અલગ અલગ ટીમ તૈયાર કરી મિલકત સંબંધી ગુનાઓને શોધી કાઢવા પ્રયત્નશીલ હોય હાથ ધરવામાં આવતા બાતમીના આધારે પોલીસે શહેરમાં વિવિધ વિસ્તારોમાંથી બેટરી ચોરી કરતા 2 શખ્સને ઝડપી પાડ્યા છે.
આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ગતરાત્રિના એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ખાનગી રહે બાતમી મળેલ કે ભરૂચ શહેર તથા આસપાસના વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ પાર્ક કરેલ ટ્રાવેલ્સ માંથી બેટરીની ચોરીના બનાવો વારંવાર ધ્યાને આવતા રહે છે, કંથારીયા ગામનો સલમાન હારૂન ની બેટરી ચોરી ના કામમાં સંડોવળી છે. આ ચોક્કસ બાતમીના આધારે એલસીબીની ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સી દ્વારા (1) સલમાન હારૂન વલી ટટ્ટ ઉંમર વર્ષ 30 રહે કંથારિયા થાગીયા કોલોની તાલુકો જીલ્લો ભરૂચ મૂળ રહેવાસી વલણ ગામ અલકાપુરી સોસાયટી તાલુકો કરજણ જીલ્લો વડોદરા ને તેના ઘેરથી ઝડપી લઇ ઊંડાણપૂર્વકની પરિણામલક્ષી સઘન પૂછપરછ હાથ ધરતા આરોપી સલમાન હારૂન વલી એ પોલીસ સમક્ષ પોતે તથા (2)મનુબર ગામના શહીદ મુસ્તાક દાઉદ માંજરા ઉંમર વર્ષ 31 રહે મનુબર ગામ દલાલ કોલોની મકાન નંબર 20 તાલુકો જીલ્લો ભરૂચ સાથે મળી ભરૂચ તથા આસપાસના વિસ્તારમાં પાકૅ કરવામાં આવતી કંપનીની sift ની ટ્રાવેલ્સની ત્રણેક વખત બેટરીની ચોરી કરી હોય જેમાં કંથારીયા રોડ પર પાર્ક કરેલી લક્ઝરી બસમાં 2 બેટરી તથા 2 ટાયર વ્હીલ મનુબર ચોકડી પાસે પણ પાર્ક કરેલી લક્ઝરી બસમાંથી બેટરી અને દહેગામ ચોકડી પાસે આવેલ નાયરા પેટ્રોલિંગ પાસે પાર્ક કરેલ બે લક્ઝરી બસમાંથી 4 જેટલી બેટરીની ચોરીની કબુલાત એલસીબી પોલીસ સમક્ષ આપી હતી આથી એલસીબી પોલીસે અલગ અલગ કંપનીની બેટરી નંગ 8 કિંમત રૂપિયા 80,000, CEAT કંપનીનું ટાયર વિલ પ્લેટ સહિત નંગ 1 કિંમત રૂ. 25,000 આરોપી પાસેથી મળેલ મોબાઈલ નંગ 2 કિંમત રૂપિયા 10,000 સહિત કુલ રૂ.1,15000-/ નો મુદ્દા માલ કબજે લઈ બંને આરોપીઓને ઝડપી લઇ પોલીસે ભારતીય નાગરિક ન્યાય સહીત વર્ષ 2023 ની સંલગ્ન કલમ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આગળ વધુ તપાસ ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશન શહેર B ડિવિઝનને સોંપવામાં આવેલ છે.


9998412562
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.