ધંધુકા તાલુકાના બાજરડા ભોજપરા રોડ ની સાઈડો બુરી સમારકામ કરવા માંગ ઉઠી. - At This Time

ધંધુકા તાલુકાના બાજરડા ભોજપરા રોડ ની સાઈડો બુરી સમારકામ કરવા માંગ ઉઠી.


અમદાવાદ જીલ્લા ના ધંધુકા તાલુકાના બાજરડા ભોજપરા રોડ ની સાઈડો બુરી સમારકામ કરવા માંગ ઉઠી.

અમદાવાદ અને સુરેન્દ્રનગર બંને જિલ્લાની હદને જોડતા ત્રણ કિલોમીટર ના માર્ગ ઉપર વાહન ચલાવવું મુશ્કેલ બન્યું.

અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના બાજરડા અને સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના ભોજપરા બંને ગામ વચ્ચે નું અંતર ત્રણ કિલોમીટર નું છે જેમાં અમદાવાદ જીલ્લાની બે કિલોમીટર હદ સુધી ડામર રોડ બનાવવામાં આવ્યો છે અને સુરેન્દ્રનગર જિલ્લાની હદમાં એક કિલોમીટર સુધી નો રસ્તો કાચો છે આ રોડ ઝાલાવાડ પંથકમાં આવન જાવન માટે ખૂબ નજીક અને મહત્વ નો ગણાય છે.ચોમાસા દરમિયાન આ રોડ ની સાઈડો સંપૂર્ણ રીતે ધોવાણ થતાં હાલમાં આ રોડ ઉપર થી વાહન લઇને પસાર થવું ખૂબજ જોખમરૂપ છે.સામસામે બે નાના વાહનો પણ પસાર થઈ શકતા નથી.હાલમા તહેવારો ની સીઝન હોવાથી આ રોડ ઉપર આખો દિવસ બાઈક અને ફોર વ્હીલર ગાડીઓનું ટ્રાફિક જોવા મળે છે તેથી વાહન ચાલકોમા અકસ્માત થવાની ભીતી સેવાઈ રહી છે.આ અંગે રોડનું યોગ્ય સમારકામ હાથ ધરવા માટે ધંધુકા તાલુકા પંચાયતના મહિલા કારોબારી ચેરમેન સાજેદાબેન સંઘરીયાત દ્વારા તંત્ર સમક્ષ અનેકવાર લેખિત મૌખિક રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં માર્ગ અને મકાન પંચાયત વિભાગના અધિકારીઓ આ રોડ બાબતે ધ્યાન આપતા નથી તેથી હવે આગામી દિવસોમાં ધ્યાન કેન્દ્રિત કરીને તંત્ર વહેલી તકે આ રોડ નું સમારકામ હાથ ધરવામાં નહીં આવે તો ચેરમેન ના પ્રતિનિધિ દ્વારા આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

રીપોર્ટર સી કે બારડ

મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.