એઆરટીઓ લુણાવાડા અને જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા જોઈન્ટ રોડ સેફ્ટી ડ્રાઇવનું આયોજન
રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ ૧ જાન્યુઆરી થી ૩૧ જાન્યુઆરી ૨૦૨૫ સુધી યોજનાર છે જેમાં આરટીઓ તથા પોલીસ દ્વારા વિવિધ અવેરનેસ કાર્યક્રમ જેવા કે શાળા કોલેજોમાં સેમિનાર, ચિત્ર સ્પર્ધા, રોડ સેફટી સ્લોગન સાથે પતંગ વિતરણ તથા વિવિધ તાલુકાઓમાં રોડ સેફ્ટી ડ્રાઇવ, ભારે વાહનોમાં રેડિયમ રેડિયમ રિફ્લેકટર, શેરી નાટકો રોડ, રોડ સેફટી પેમ્પ્લેટ વિતરણ, એન્જિનિયરિંગમાં જરૂરી સુધારાઓ જેવા પ્રોગ્રામ કરવામાં આવનાર છે.
જે અંતર્ગત એઆરટીઓ લુણાવાડા અને જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા જોઈન્ટ રોડ સેફ્ટી ડ્રાઇવનું આયોજન કર્યું જેમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહન ચાલકોને સમજ અને જરૂર પડે ચલન બનાવવામાં આવ્યા. સાથે એઆરટીઓ દ્વારા લોકોને સમજણ આપી માર્ગ અકસ્માત અટકાવવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે
