મનપાના સફાઇ કર્મચારી જાહેરમાં કચરો ફેંકતા ઝડપાયા
રાજકોટ મહાનગરપાલિકા છેલ્લા બે મહિાનાથી સ્વચ્છતાની ઝુંબેશ ચલાવી રહી છે. જેના ભાગરૂપે રાહદારીઓ કચરો ફેંકે તો તેમની પાસેથી દંડ લેવાય છે. ન્યૂસન્સ ફેલાવતી દુકાનોને તો સીલ લગાવી દેવાય છે. રસ્તા પર થુંકવા બદલ 500 રૂ.નો ઇ-મેમો ફટકારાય છે. આ બધી કાર્યવાહી ખુબ જ જરૂરી છે પણ મનપાના જ કર્મચારીઓ ગંદકી ફેલાવી રહ્યા છે. સીસીટીવી કેમેરામાં વધુ 2 સફાઇ કામદાર જાહેરમાં કચરી ફેંકતા નજરે ચડતા તેમને નજીવો દંડ કરાયો છે .
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.