પાઈલટે કહ્યું ફરજ પૂરી, વિમાન નહીં ઉડાડું, ત્રણ સાંસદ સહિત 100 મુસાફરો રઝળ્યા - At This Time

પાઈલટે કહ્યું ફરજ પૂરી, વિમાન નહીં ઉડાડું, ત્રણ સાંસદ સહિત 100 મુસાફરો રઝળ્યા


હવે આજે સવારે દિલ્હીથી નવા પાઇલટ આવશે પછી આ ફ્લાઈટ દિલ્હી જશે

રાજકોટથી દિલ્હી જતા વિમાનને રાજકોટ એરપોર્ટ પર જ રોકી રાખવું પડ્યું

રાજકોટથી દિલ્હી જતી ફ્લાઈટમાં રવિવારે રાત્રે અજીબોગરીબ ઘટના બની હતી. દિલ્હીથી એર ઇન્ડિયાની ફ્લાઈટ તેના નિર્ધારિત સમયે રવિવારે સાંજે આવી હતી અને રાત્રે 8 વાગ્યે રાજકોટથી દિલ્હી જવાની હતી, પરંતુ આ ફ્લાઈટના મુખ્ય પાઇલટે પોતાના ડ્યૂટીના કલાક પૂરા થઇ ગયા હોવાથી તે દિલ્હી આ ફ્લાઈટ લઇ જવાનો ઇનકાર કરી દીધો હતો.

આ ફ્લાઈટમાં સાંસદ મોહનભાઈ કુંડારિયા, પૂનમબેન માડમ અને કેસરીદેવસિંહ સહિત 100થી વધુ યાત્રિકો દિલ્હી જઈ રહ્યા હતા. યાત્રિકોને ત્રણ કલાક સુધી બેસાડી રખાયા અને પાઇલટને મનાવવાની અને દિલ્હીથી પણ સમાધાન કરાવવાની ઘણી કોશિશ કરી, પરંતુ પાઇલટ ટસના મસ નહીં થતા આખરે આખી ફ્લાઈટ જ રદ કરી દેવી પડી હતી. હવે રવિવારે રાત્રીની આ રદ થયેલી ફ્લાઈટ માટે સોમવારે સવારે દિલ્હીની ફ્લાઈટમાં નવા પાઇલટ આવશે અને ત્યારબાદ આ ફ્લાઈટઉડાન ભરશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.