બોટાદ જિલ્લાની વિવિધ શાળાઓમાં અભ્યાસ સાથે ‘સ્વચ્છતાથી સ્વસ્થતાની જાળવણી’ના ધ્યેયને સિદ્ધ કરવા માટે ગ્લોબલ હેન્ડવોશ ડે ની ઉજવણી
(અજય ચૌહાણ દ્વારા)
દરવર્ષ 15 ઑક્ટોબરના દિવસે વૈશ્વિક સ્તર પર હાથની સ્વચ્છતાને લઇને ગ્લોબલ હેન્ડવૉશિંગ ડે મનાવવામાં આવે છે. હાથોની ગંદકીથી થતી બીમારીઓ જેવી કે ડાયરિયા, આંખ અને ત્વચા સંબંધી બીમારીઓથી બચવા માટે લોકોમાં અને ખાસ કરીને બાળકોમાં જાગૃતિ આવે તે હેતુથી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે સ્વચ્છતા હી સેવા 2024 અભિયાન અંતર્ગત બોટાદ જિલ્લાની વિવિધ શાળાઓમાં અભ્યાસ સાથે સ્વચ્છતાથી સ્વસ્થતાની જાળવણીના ધ્યેયને સિદ્ધ કરવા માટે ગ્લોબલ હેન્ડવોશ ડે ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બાળકોને હાથ સાફ કરીને ભોજન આરોગવાનું મહત્વ તેમજ શારીરિક સ્વચ્છતા અંગેનો ખ્યાલ પૂરો પાડવામાં આવ્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.