મહંમદપુરા યુવક મંડળ દ્વારા સંચાલિત સેવા કેમ્પ નું ઉદ્દઘાટન કરવામાં આવ્યું.
પાટણ જિલ્લાના સમી તાલુકાનાં મહંમદપુરા ગામે ખોડીયાર માતાજી વરાણા ધામ ખાતે મેળામાં દર્શને આવતા પગપાળા યાત્રિકો માટે મહંમદપુરા યુવક મંડળ દ્વારા સેવા કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું.ખોડીયાર માતાજી ની આરતી કરી રીબીન કાપી ઠાકોર મફાજી રતુજી ના હસ્તે સેવા કેમ્પ ને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.મહા સુદ એકમથી પૂનમ સુધી ચાલનાર મેળામાં દર્શને આવતા પદ યાત્રિકો માટે ચા,પાણી,નાસ્તા ની વ્યવસ્થા કરવામાં આવી છે. વઢિયાર ધરામાં બિરાજમાન ખોડીયાર માતાજી ને તલ ગોળ કે ખાંડ ની ઘાણી ચડાવવામ દૂર દૂર થી લોકો માનતા પુરી કરવા આવતા હોય છે. આ સેવા કેમ્પ માં ગ્રામજનો દ્વારા નિસ્વાર્થ ભાવે સેવા આપતા હોય છે.
આ પ્રસંગે મહંમદપુરા સરપંચ સીતારામ સાધુ,ઉપ સરપંચ ઠાકોર બાવાજી દેવશીજી,ગામના વડીલો, ભાઈઓ,બહેનો તેમજ નાના ભૂલકાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.
7600805049
આ પ્રકારના તમામ સમાચાર માટેે
