મહીસાગર વાઇબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ અંતર્ગત જિલ્લામાં ૧૨૩.૭૬ કરોડ ના ૪૫ એમ. ઓ. યુ થયા. - At This Time

મહીસાગર વાઇબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ અંતર્ગત જિલ્લામાં ૧૨૩.૭૬ કરોડ ના ૪૫ એમ. ઓ. યુ થયા.


વાઇબ્રન્ટ ગુજરાત-વાઇબ્રન્ટ મહીસાગર

લુણાવાડા ખાતે ગુજરાત સરકારના પંચાયત અને કૃષિ મંત્રીશ્રી બચુભાઈ ખાબડ સાહેબ અને કેબિનેટ આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી શ્રી પ્રો. ડૉ. કુબેર ભાઈ ડિંડોર સાહેબની અધ્યક્ષતામાં 'વાયબ્રન્ટ ગુજરાત-વાયબ્રન્ટ મહીસાગર ’ કાર્યક્રમ ૪૨ પાટીદાર સમાજ ઘર ખાતે યોજાયો. સાથે તમામ મહાનુભાવોના હસ્તે બે દિવસ માટે એક્ઝિબીશન સ્ટોલ ખુલ્લા મુકાયા હતા. તેમજ ઉભા કરાયેલા વિવિધ સ્ટોલની મુલાકાત લીધી. સાથે લાભાર્થીઓને ચેક તથા કીટનું વિતરણ કરાયું.*

મહીસાગર જિલ્લામાં એમ. ઓ. યુ થકી આવનાર સમયમાં લગભગ ૨૮૮૦ રોજગારી ઉત્પન્ન થશે
*આ પ્રસંગે. પંચમહાલ સંસદ રતનસિંહ રાઠોડ દાહોદના સાંસદ શ્રી જશવંતસિંહ ભાભોર, બાલાસિનોર ધારાસભ્ય માનસિંહ ચૌહાણ જિલ્લા કલેક્ટર શ્રી ભાવિનભાઈ પંડયા, લુણાવાડાના પ્રાંત અધિકારીશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ચંદ્રકાંત પટેલ, મેનેજરશ્રી જિલ્લા ઉધોગ કેન્દ્ર લલીત જાજુ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રીમતિ નંદાબેન ખાંટ, પ્રયોજના વહીવટદારશ્રી જે.પી. અસારી, લુણાવાડા મામલતદારશ્રી, ઉધોગકારો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.