બ્લોકને કારણે 8 અને 15 જૂનની પોરબંદર-દિલ્હી સરાય રોહિલ્લા સુપરફાસ્ટ ટ્રેન ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે - At This Time

બ્લોકને કારણે 8 અને 15 જૂનની પોરબંદર-દિલ્હી સરાય રોહિલ્લા સુપરફાસ્ટ ટ્રેન ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે


(રિપોર્ટર : ચેતન ચૌહાણ દ્વારા)
ઉત્તર પશ્ચિમ રેલવેના જયપુર ડિવિઝનમાં એન્જિનિયરિંગના કામ માટે લેવામાં આવેલા બ્લોકને કારણે પશ્ચિમ રેલવે ભાવનગર ડિવિઝનની ટ્રેન નંબર 20937 પોરબંદર-દિલ્હી સરાય રોહિલા સુપરફાસ્ટ ડાયવર્ટ કરાયેલા રૂટ પરથી દોડશે. ભાવનગર ડિવિઝનના સીનિયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા અનુસાર, ટ્રેન નંબર 20937 પોરબંદર-દિલ્હી સરાય રોહિલા સુપરફાસ્ટ તેના નિર્ધારિત માર્ગ મારવાડ જંક્શન-અજમેર-ફૂલેરા જંક્શન-જયપુર જંક્શન-અલવર-રેવાડી જંક્શન ના બદલે બદલાયેલ રૂટ મારવાડ જંકશન-જોધપુર જંકશન-મેડ઼તા રોડ જંકશન-ડેગાના જંકશન-રતનગઢ જંકશન-ચુરૂ જંકશન-લોહારૂ-રેવાડી જંકશન થઈને ચાલશે.નોંધનીય છે કે, મુસાફરોની સુવિધા માટે, રૂટ ફેરફાર દરમિયાન, 8 અને 15 જૂન, 2024 ના રોજ ચાલતી ટ્રેન નંબર 20937 પોરબંદર-દિલ્હી સરાય રોહિલ્લા સુપરફાસ્ટને લૂની જંક્શન, જોધપુર જંક્શન, મેડ઼તા રોડ જંક્શન, ડેગાના જંક્શન, રતનગઢ જંકશન, ચુરૂ જંકશન, સાદુલપુર જંકશન અને લોહારૂ જંકશન સ્ટેશનો પર વધારાના સ્ટોપેજ આપવામાં આવ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.