લુણાવાડા માં બસ સ્ટેન્ડ ના એન્ટ્રી ગેટ પર પડ્યા ખાડા
મહિસાગર જિલ્લો બન્યા પછી જિલ્લાનું મુખ્ય મથક લુણાવાડા હોવાથી આજુ બાજુના તાલુકાના ગામો ના લોકો ને અવાર નવાર લુણાવાડા કામ અર્થે આવવું પડે છે તયારે બસ સ્ટેન્ડ ના મુખ્ય પ્રવેશ દ્વાર પર ખુબ જ મોટાં ખાડા જોવા મળી રહ્યા છે
બસ સ્ટેન્ડ ના મુખ્ય પ્રવેશ દ્વાર પર ખાડા પડી ગયા છે અને ખાડાઓ માંથી લોખંડ ના સળિયા પણ બહાર દેખાય છે, છતાં પણ અધિકારીઓ ના પેટ નું પાણી હલતું નથી અને આટલી બધી લાપરવાહી દાખવવામાં આવી રહી છે તે પણ સ્પષ્ટ દેખાઈ આવે છે, હવે ક્યારે આ ભ્રષ્ટાચાર ના ખાડા પુરાઈ છે તે જોવું રહ્યું
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.