કપડવંજમાં રવિવારે નમતી બપોરે હવામાન પલટો થતાં તાલુકાના પૂર્વ વિસ્તારમાં વરસાદ વરસ્યો
ખેડા જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત છે. અને તાપમાન ૪૧ ડિગ્રીને પાર ગયું છે. ત્યારે સાયકોલન સર્કયુલેશન સક્રિય થતા કપડવંજ પંથકમાં પણ રવિવારે નમતી બપોરે વાતાવરણમાં પલટો આવતા તાલુકાના પૂર્વ વિસ્તારના ભૂતિયા, વિરણીયા, સુણદા સહિતના ગામની આજુબાજુના વિસ્તારમાં વરસાદ શરૂ થયો હતો. કાળઝાળ ગરમી વચ્ચે ધુળની ડમરીઓ સાથે વરસાદ વરસતા હાલ પુરતી રાહત જોવા મળી હતી. વરસાદથી એક તરફ જમીન પોચી થવાથી ખેડૂતોને રાહત મળશે. તો બીજી તરફ ઉનાળુ બાજરી જેવા પાકને નુકસાનની શક્યતાઓ રહેલી હોય ખેડૂતોમાં ચિંતાની લાગણી પ્રસરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.